ચોમાસાની સિઝનના અત્યાર સુધી પડેલા વરસાદની સમિક્ષા, દેશના વરસાદમાં કુલ 7 ટકાની ઘટ
Live TV
-
અત્યારે સમગ્ર ભારતમાં ચોમાસાનું વાતાવરણ છવાઈ ગયું છે. ઘણાં રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં પણ ચોમાસાની સિઝનનો પ્રથમ વરસાદ સારો રહ્યો છે.
અત્યારે સમગ્ર ભારતમાં ચોમાસાનું વાતાવરણ છવાઈ ગયું છે. ઘણાં રાજ્યોમાં ભારે વરસાદ પડી રહ્યો છે. ગુજરાતમાં પણ ચોમાસાની સિઝનનો પ્રથમ વરસાદ સારો રહ્યો છે. ત્યારે અત્યાર સુધી ભારતમાં પડેલા વરસાદની હવામાન વિભાગ દ્વારા સમિક્ષા કરવામાં આવી હતી.
હવામાન વિભાગે કહ્યું છે કે, દેશમાં અત્યાર સુધી થયેલા વરસાદમાં સાત ટકાની ઘટ જેવા મળી છે. 1લી જૂનથી પાંચ જુલાઇ સુધી થયેલા વરસાદની સમીક્ષાને અંતે હવામાન વિભાગે જણાવ્યું છે કે, પુર્વ અને પુર્વોત્તર ભારતમાં વરસાદમાં 17 ટકા તો દક્ષિણ ભાગમાં 32 ટકા ઘટ જોવા મળી છે.
જોકે આ દરમિયાન ઉત્તર -પશ્ચિમના ક્ષેત્રોમાં વરસાદમાં 37 ટકા જેટલો વધારો પણ નોંધાયો છે. તે અરસામાં દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં આજે સવારે વરસાદ થતાં લોકોને બફારા અને ગરમીથી રાહત મળી હતી. દિલ્હીના આકાશમાં ઘનઘોર વાદળો છવાયેલા છે.
