પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તેલંગાણામાં 6100 કરોડની પરિયોજનાનું કર્યું લોકાર્પણ અને શિલાન્યાસ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે, તેલંગાણા અને રાજસ્થાનની મુલાકાતે છે. તેઓ બંને રાજ્યોને રૂપિયા 30 હજાર કરોડથી વધુની વિકાસ પરિયોજનાઓની ભેટ આપશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે, તેલંગાણા અને રાજસ્થાનની મુલાકાતે છે. તેઓ બંને રાજ્યોને રૂપિયા 30 હજાર કરોડથી વધુની વિકાસ પરિયોજનાઓની ભેટ આપશે.
પ્રધાનમંત્રી મોદીએ આજે તેલંગાણા પહોંચીને એક વિશેષ કાર્યક્રમમાં રાજ્યને રૂપિયા 6100 કરોડની પરિયોજનાની ભેટ આપી હતી.. તેમાં 5 હજાર 550 કરોડના ખર્ચે તૈયાર થનારી 176 કિ.મી. લાંબી રાષ્ટ્રીય રાજમાર્ગ યોજનાનો પણ સમાવેશ થાય છે. પ્રધાનમંત્રીએ રેલવે વિ-નિર્માણ એકમ Kazipet ની આધારશિલા પણ મુકી હતી.
રૂપિયા 500 કરોડના ખર્ચે ઉભા થનારા આ એકમની મદદથી વેગન નિર્માણ ક્ષમતામાં વધારો થશે. સમારંભને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ જણાવ્યું હતું કે વિકાસની દોડમાં કોઈપણ રાજ્ય પાછળ ન રહી જાય તેની તકેદારી રખાઈ રહી છે. કનેક્ટીવીટીને ધ્યાનમાં રાખીને તેલગાંણા માટે યોજનાઓનો અમલ થઈ રહ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ સમારંભમાં પહોંચતા પહેલા વારાંગલ ખાતેના ભદ્રકાળી મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી.
