પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નોન બેંકિગ ફાઈનાન્શીયલ કંપનીના પ્રમુખો સાથે વિચાર વિમર્શ કરશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે બેંકો અને નોન બેંકિગ ફાઈનાન્શીયલ કંપની એટલે કે NBFCના પ્રમુખો સાથે ભવિષ્યની અર્થવ્યવસ્થા માટેની રૂપરેખાને લઈને ચર્ચા અને વિચાર વિમર્શ કરશે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સાંજે બેંકો અને નોન બેંકિગ ફાઈનાન્શીયલ કંપની એટલે કે NBFCના પ્રમુખો સાથે ભવિષ્યની અર્થવ્યવસ્થા માટેની રૂપરેખાને લઈને ચર્ચા અને વિચાર વિમર્શ કરશે. આ વિચાર મંથન સત્રના એજેન્ડામાં દેશની અર્થવ્યવસ્થાને મજબુત કરવા અને બજારમાં ટકી રેહવા સંબંધીત મુદ્દા, લોન તેમજ નાણાકીય વિતરણ વ્યવસ્થા, સહિત ટેકનોલોજીના માધ્યમથી નાણાકીય સશક્તિકરણ જેવા વિષયોનો સમાવેશ કરાયો છે. સરકારના અનેક વરિષ્ઠ અધિકારીઓ પણ આ વિચાર વિમર્શ દરમિયાન ઉપસ્થિત રહેશે.
