છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 49,632 કેસ નોંધાયા
Live TV
-
દેશમાં કોવિડ મહામારી સામે ચાલી રહેલી જંગમાં સ્થિતિ હવે સામાન્ય થવા જઈ રહી
દેશમાં કોવિડ મહામારી સામે ચાલી રહેલી જંગમાં સ્થિતિ હવે સામાન્ય થવા જઈ રહી છે. દેશમાં કોરોના દર્દીઓનો રિકવરી રેટમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. દેશમાં કોરોનાથી સ્વસ્થ થતાં દર્દીઓનો રિકવરી રેટ 64 ટકાથી વધુ થઈ ગયો છે. અન્ય દેશોની સરખામણીમાં ભારતમાં મૃત્યુદર પણ ઘણો ઓછો થયો છે. બીજી તરફ દેશમાં ટેસ્ટિંગની સંખ્યા પણ વધારાઈ છે. ગઈકાલે , 5 લાખ 28 હજાર જેટલાં સેમ્પલની તપાસ કરવામાં આવી હતી. અત્યાર સુધીમાં દેશમાં 9 લાખ 88 હજારથી વધુ લોકો સ્વસ્થ થઈ ચુક્યાં છે. હવે દેશમાં માત્ર 5 લાખથી વધુ સક્રીય કેસ છે. છેલ્લાં 24 કલાકમાં 35 હજાર 671 લોકો કોરોનાને માત આપીને સાજા થયાં છે. જ્યારે નવા 49 હજાર 632 કેસ ઉમેરાયા છે, તો વધુ 770 લોકોનાં મોત થયાં છે.દેશમાં સૌથી વધુ મહારાષ્ટ્રમાં 7 હજાર 717 કેસ નોંધાયા છે, જેમાંથી 282 લોકોનાં મૃત્યું નીપજ્યાં હતાં. ત્યારબાદ તામિલનાડુમાં 6,972 નવા સંક્રમણના કેસ નોઁધાયા છે. આ ઉપરાંત આંધ્રપ્રદેશમાં 7,948કેસ., કર્ણાટકમાં 5536., ઉત્તરપ્રદેશમાં 3,458 કેસ નોંધાયા છે. તો કેટલાંક રાજ્યોમાં કોરોના સંક્રમણના વધતા કેસને લઈને આંશિક કે પૂર્ણ લોકડાઉન લગાવાયું છે, તિરૂવંનતપુરમાં મહાનગરપાલિકા વિસ્તારોમાં આગામી સુચના સુધી લોકડાઉન લાગુ કરાયું છે. જ્યારે છત્તિસગઢમાં 6 ઓગસ્ટ સુધી લોકડાઉન વધારાયું છે. પશ્ચિમબંગાળમાં કન્ટેઈન્મેન્ટ ઝોનમાં 31 ઓગસ્ટ સુધી લોકડાઉન વધારી દેવામાં આવ્યું છે.
