વેલકમ રાફેલઃ અંબાલા એરબેઝ પર ઉતર્યા 5 રાફેલ, વોટર કેનન સેલ્યૂટ અપાયું
Live TV
-
આજે દેશ માટે ઐતિહાસિક દિવસ છે. ફ્રાન્સથી ભારત આવી રહેલા પાંચ રાફેલ ફાઈટર જેટે અંબાલા એરબેઝ પર લેન્ડીંગ કર્યું
આજે દેશ માટે ઐતિહાસિક દિવસ છે. ફ્રાન્સથી ભારત આવી રહેલા પાંચ રાફેલ ફાઈટર જેટે અંબાલા એરબેઝ પર લેન્ડીંગ કર્યું છે. આ ગૌરવપૂર્ણ દિવસ પર રક્ષામંત્રી રાજથાન સિંહે ટ્વિટ કરીને જણાવ્યું છે કે, સૈન્ય ઈતિહાસમાં એક નવા યુગની શરૂઆત થઈ છે. આ માટે રક્ષામંત્રીએ ટ્વીટ કરીને વાયુસેનાને શુભેચ્છા પાઠવી હતી. રક્ષામંત્રીએ ટ્વીટ કર્યું છે કે, મને વિશ્વાસ છે કે, 17 સ્ક્વોડ્રન ગોલ્ડન એરો તેના લક્ષ્યમાં સફળતા મેળવશે. આ તમામ ફાઈટર જેટે અંબાલામાં સુરક્ષિત રીતે ઉતરાણ કર્યું છે. મહત્વનું છે કે, ભારતીય વાયુસેનામાં રાફેલ ફાઇટર જેટનો સમાવેશ થવાથી વાયુસેનાની તાકાતમાં વધારો થશે. તો રક્ષામંત્રીએ ટ્વીટ કરીને આવી મહામારીના સમયમાં સમયસર રાફેલ એરક્રાફ્ટ અને તેના વેપન્સની ડિલીવરી આપવા બદલ ફ્રાન્સ સરકારનો પણ આભાર વ્યક્ત કર્યો હતો. તો સાથે જ રક્ષામંત્રીએ ટ્વીટ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું કે, પ્રધાનમંત્રીની હિંમત અને સાહસને કારણે જ આ કાર્ય શક્ય બન્યું છે
