Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે સંવાદ કરશે

Live TV

X
  • કાર્યક્રમમાં દેશભરમાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હજારો લાભાર્થીઓ જોડાશે.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે બપોરે 12:30 વાગ્યે વિડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે વાર્તાલાપ કરશે. આ કાર્યક્રમમાં દેશભરમાંથી વિકસિત ભારત સંકલ્પ યાત્રાના હજારો લાભાર્થીઓ જોડાશે. આ કાર્યક્રમમાં કેન્દ્રીય મંત્રીઓ, સાંસદો, ધારાસભ્યો અને સ્થાનિક સ્તરના પ્રતિનિધિઓ પણ જોડાશે.

    15મી નવેમ્બર, 2023ના રોજ વિકસિત ભારત સંકલ્પ યાત્રાની શરૂઆત થઈ હતી. ત્યારથી, પ્રધાનમંત્રીએ સમગ્ર દેશમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે નિયમિતપણે વાતચીત કરી છે. 30 નવેમ્બર, 9 ડિસેમ્બર 16ડિસેમ્બર, 27 ડિસેમ્બર અને 8 જાન્યુઆરી, 2024 એમ પાંચ વખત વિડીયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરી છે. પ્રધાનમંત્રીએ ગત મહિને વારાણસીની મુલાકાત દરમિયાન 17 અને 18 ડિસેમ્બરે સતત બે દિવસવિકસિત ભારત સંકલ્પ યાત્રાના લાભાર્થીઓ સાથે પ્રત્યક્ષ રીતે વાતચીત કરી હતી. આ યોજનાઓનો લાભ તમામ લક્ષિત લાભાર્થીઓ સુધી સમયમર્યાદામાં પહોંચે તે સુનિશ્ચિત કરીને સરકારની મુખ્ય યોજનાઓની સંતૃપ્તિ પ્રાપ્ત કરવાના ઉદ્દેશ્ય સાથે દેશભરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા હાથ ધરવામાં આવી રહી છે. 15 કરોડથી વધુ લોકોએ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ભાગ લીધો હતો.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 18-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 19-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 20-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 21-11-2024 Max Temp : °C Min Temp : °C
    • 22-11-2024 Max Temp : °C Min Temp : °C
apply