Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સંયુક્ત રાષ્ટ્રના સત્રને કરશે સંબોધન

Live TV

X
  • ન્યૂયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય કાર્યલયમાં આયોજીત આ સત્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોર્વેના પ્રધાનમંત્રી અને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટિનિયો ગુટારેસ સાથે મુખ્ય વક્તા તરીકે જોડાશે

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સુંયક્ત રાષ્ટ્ર આર્થિક તેમજ સામાજિક પરિષદની ઉચ્ચ સ્તરીય બેઠકના સમાપન સત્રને વર્ચ્યુલ રીતે સંબોધન કરશે..ન્યૂયોર્ક સ્થિત સંયુક્ત રાષ્ટ્રના મુખ્ય કાર્યલયમાં આયોજીત આ સત્રમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી નોર્વેના પ્રધાનમંત્રી અને સંયુક્ત રાષ્ટ્ર મહાસચિવ એન્ટિનિયો ગુટારેસ સાથે મુખ્ય વક્તા તરીકે જોડાશે. સંયુક્ત રાષ્ટ્રના આ વાર્ષિક ઉચ્ચ સ્તરીય સત્રમાં સરકાર, ખાનગી ક્ષેત્ર., નાગરિક સમાજ અને શિક્ષણ વિદોના ઉચ્ચસ્તરીય પ્રતિનિધિઓનો એક વિવિધ સમૂહ પણ આ બેઠકમાં ભાગ લઈ રહ્યો છે.. આ વર્ષે સત્રનો વિષય 'કોવિડ-19 બાદ બહુપક્ષવાદ' 75મી વર્ષગાંઠ પર આપણે ક્યાં પ્રકારના સંયુક્ત રાષ્ટ્રની જરૂર છે. ?. ભારત શરૂઆતથી જ પરિષદમાં સુધારાની સાથે બહુપક્ષવાદનું સમર્થક રહ્યું છે.. એવામાં કોરોના મહામારીના કારણે બદલાયેલી પરિસ્થિતિમાં થઈ રહેલાં આ આયોજનનો વિષય ભારતની પ્રાથમિકતા સાથે તાલમેલ ધરાવે છે..ભારત માટે આ આયોજનનું વિશેષ મહત્વ છે. ભારતની સુરક્ષા પરીષદમાં જીત બાદ સંયુક્ત પરિષદમાં પ્રધાનમંત્રીનું આ પહેલું ભાષણ હશે..આ વર્ષે 17 જૂનના રોજ ભારત ભારે બહુમત સાથે બે વર્ષ માટે સુરક્ષા પરિષદનું અસ્થાયી સભ્ય તરીકે ચૂંટાયું હતું. પ્રધાનમંત્રી મોદીએ આ પહેલા જાન્યુઆરી 2016માં સંયુક્ત રાષ્ટ્ર આર્થિક તેમજ સામાજિક પરીષદની 70મી વર્ષગાંઠ પર મુખ્ય સંબોધન કર્યું હતું..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply