Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈજિપ્ત અને અમેરિકાની મુલાકાત બાદ સ્વદેશ પરત ફર્યા

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈજિપ્ત અને અમેરિકાની મુલાકાત બાદ સ્વદેશ પરત ફર્યા છે. આ માટે એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ઈજિપ્ત અને અમેરિકાની મુલાકાત બાદ સ્વદેશ પરત ફર્યા છે. આ માટે એરપોર્ટ પર પીએમ મોદીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. તેમના સ્વાગત માટે બીજેપી અધ્યક્ષ જેપી નડ્ડા અને અગ્રણીઓ હાજર રહ્યા હતા. ઇજિપ્તની મુલાકાત પહેલા પીએમ મોદી અમેરિકાના પ્રવાસે હતા. જ્યાં  તેમનો ઉષ્માભર્યો અતિથિ સત્કાર કરવામાં આવ્યો. 

    ઈજિપ્તના પ્રવાસથી બંને દેશો વચ્ચેના સંબંધો વધુ મજબૂત થશે. પીએમ મોદીએ ઈજિપ્તની ઐતિહાસિક મુલાકાત વિશે ટ્વીટ કર્યું કે આ મુલાકાત બંને દેશોના સંબંધોમાં નવી ઉર્જા આપશે.

    અમેરિકન પ્રવાસનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચેની મિત્રતા વૈશ્વિક હિતમાં મોટી શક્તિ છે. અને આ વિશ્વને વધુ સારી તેમજ વધુ ટકાઉ બનાવશે. પીએમ મોદીની આ ટિપ્પણી અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનના ટ્વિટના જવાબમાં આવી છે. જેમાં તેમણે કહ્યું કે, ભારત અને અમેરિકાની મિત્રતા વિશ્વમાં ખૂબ જ મહત્વપૂર્ણ છે. બાઈડેનના ટ્વિટને ટેગ કરતા પીએમ મોદીએ કહ્યું કે, હું તમારી સાથે સંપૂર્ણ રીતે સહમત છું, બંને દેશોની મિત્રતા વૈશ્વિક હિતમાં એક તાકાત તરીકે કામ કરશે. બંને દેશોની પ્રગતિનો લાભ આપણા લોકોને પણ મળશે. બીજી તરફ, બાઈડને પીએમ મોદીની અમેરિકાની મુલાકાતનો વીડિયો પણ શેર કર્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply