પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને ઈજિપ્તનું સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ ધ નાઈલ એનાયત કરાયું
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ સીસી સાથે કૈરોમાં દ્વિપક્ષીય વાતચીત કરી.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે ઇજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દેલ ફત્તાહ અલ સીસી સાથે કૈરોમાં દ્વિપક્ષીય વાતચીત કરી. બંને નેતાઓએ વેપાર અને રોકાણ, સંરક્ષણ અને સુરક્ષા, પુનઃપ્રાપ્ય ઉર્જા, સંસ્કૃતિ અને લોકો-થી-લોકોના સંપર્કો સહિત બંને દેશો વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારીને વધુ મજબૂત કરવાના માર્ગો પર વાટાઘાટો કરી હતી. બંને નેતાઓ ભારત-ઈજિપ્ત સંબંધોની સંપૂર્ણ સમીક્ષા કરી અને આર્થિક અને સાંસ્કૃતિક સંબંધોને વધુ વધારવા માટે સંમત થયા.
બીજી તરફ, પીએમ મોદીને ઈજિપ્તનું સર્વોચ્ચ સન્માન ઓર્ડર ઓફ ધ નાઈલ એનાયત કરવામાં આવ્યું હતું. ઈજિપ્તના રાષ્ટ્રપતિ અબ્દુલ અલ ફતેહ સીસીએ કૈરોમાં પીએમ મોદીને આ એવોર્ડથી સન્માનિત કર્યા હતા.
