Skip to main content
Settings Settings for Dark

ઉત્તરાખંડ: G-20 સમિટ અંતર્ગત ત્રણ દિવસીય માળખાકીય કાર્યકારી જૂથની બેઠક

Live TV

X
  • ઉત્તરાખંડમાં G-20 સમિટ અંતર્ગત ત્રણ દિવસીય માળખાકીય કાર્યકારી જૂથની બેઠક આજે ઋષિકેશના નરેન્દ્ર નગર ખાતે યોજાશે.

    ઉત્તરાખંડમાં G-20 સમિટ અંતર્ગત ત્રણ દિવસીય માળખાકીય કાર્યકારી જૂથની બેઠક આજે ઋષિકેશના નરેન્દ્ર નગર ખાતે યોજાશે. આ બેઠક 28 જૂન સુધી ચાલશે. આ બેઠકમાં ભાગ લેવા માટે વિદેશી પ્રતિનિધિઓ દહેરાદૂન પહોંચી રહ્યા છે. તિલક, પુષ્પમાળા અને પરંપરાગત ઢોલ નગાડા વગાડીને સ્થાનિક નૃત્યની પ્રસ્તુતિ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું છે. ત્રણ દિવસની બેઠકમાં દેશના માળખાકીય પડકારોના ઉકેલો અંગે ચર્ચા કરાશે અને ટકાઉ શહેર માટે રોડમેપ તૈયાર કરવા માટે ઉચ્ચ સ્તરીય સમિટ પણ યોજવામાં આવશે. 

    આ બેઠકમાં એસેટ સેગમેન્ટમાં નિર્માણાધીન ઈન્ફ્રાસ્ટ્રક્ચર, ગુણવત્તાયુક્ત ઈન્ફ્રાસ્ટ્રક્ચર રોકાણને પ્રોત્સાહન આપવા અને તેમાં રોકાણ માટે નાણાકીય સંસાધનો વધારવા અંગે પણ ચર્ચા કરવામાં આવશે. દરમિયાન પ્રતિનિધિઓ માટે વિવિધ સત્તાવાર બેઠકો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એટલું જ નહીં વિદેશી પ્રતિનિધિઓ ઋષિકેશમાં ગંગા નદીની આરતીમાં પણ ભાગ લેશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 14-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 15-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 16-07-2026 Max Temp : °C Min Temp : °C
apply