Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગાંધીનગર ખાતે આજે 'સેમિકોન ઇન્ડિયા-2023'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા મહાત્મા મંદિર, ગાંધીનગર ખાતે આજે 'સેમિકોન ઇન્ડિયા- 2023'નું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સેમિકન્ડક્ટર અને ચિપ્સ ઉત્પાદન સાથે સંકળાયેલા દેશ-વિદેશના ઉદ્યોગપતિઓએ ભારત તેમજ ગુજરાતની સેમિકંડક્ટર્સ ઉત્પાદનને અનુકૂળ નીતિઓની પ્રશંસા કરી હતી. સેમિકંડક્ટર્સ ક્ષેત્રની દિગ્ગજ કંપનીઓના વડાઓએ પણ સંબોધન આપ્યું હતું 

    સેમિકંડક્ટર્સ પ્રોડક્ટ ગ્રુપ (SPG)ના વડા પ્રભુ રાજા એ સંબોધન આપતા જણાવ્યુ હતું કે “અમે દ્રઢપણે માનીએ છીએ કે આ ભારતનો સમય છે. આજના ટેક્નોલોજી સંબંધિત પડકારો અનેક છે અને તેના માટે એકબીજા સાથે ભાગીદારી અને નવીનીકરણ મહત્વપૂર્ણ છે. આજે અહીં 25 વૈશ્વિક સપ્લાયર્સ અને 5 સ્થાનિક સપ્લાયર્સ ઉપસ્થિત છે.”

    માઈક્રોન ટેકનોલોજીના સીઈઓ સંજય મેહરોત્રાએ સંબોધન આપતા જણાવ્યુ હતું કે ભારતને વૈશ્વિક સેમિકન્ડક્ટર હબ બનાવવા માટે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આભાર માનુ છું, સાથે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલનો પણ આભાર વ્યક્ત કરું છું કે તેમણે સેમિકન્ડક્ટને અનુકૂળ ઇકોસિસ્ટમને વિકસિત કરવામાં તેમનું સમર્થન આપ્યું છે. અમે માત્ર માઈક્રોન, ગુજરાત કે ભારત માટે જ નહીં પરંતુ વિશ્વ માટે ટેક્નોલોજીનું ભવિષ્ય ઘડી રહ્યા છીએ.

    ફોક્સકોનના ચેરમેન યંગ લિયુએ સંબોધન આપતા જણાવ્યુ હતું કે લગભગ 15 વર્ષથી ફોક્સકોન સપ્લાય ચેઇન સુવિધામાં મજબૂત ભાગીદાર છે. આ પ્રકારની સુવિધાઓનું નિર્માણ કરવા  માટે વિવિધ પ્રકારની કુશળતા, વિશ્વાસ અને કામ કરવાના જુસ્સાની જરૂર પડે છે. હું આશા રાખું છું કે તાઇવાનનો આ જુસ્સો ભારતમાં પણ પરિવર્તિત  થશે અને અને તેનાથી ભારત સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમનું હબ બનશે. તાઈવાન ભારતનું સૌથી ભરોસાપાત્ર ભાગીદાર છે અને રહેશે.

    સેમિકન્ડકટર ઇક્વીક્મેન્ટ એન્ડ મટીરીયલ્સ ઇન્ટરનેશનલ (SEMI)ના પ્રેસિડેન્ટ અને સીઈઓ અજિત મનોચાએ સંબોધન આપતા જણાવ્યુ હતું કે એશિયામાં સેમિકન્ડક્ટર ક્ષેત્રે ભારત આગામી પાવર હાઉસ બનશે.  આગામી 6 થી 7 વર્ષમાં વૈશ્વિક સેમિકન્ડક્ટર ઉદ્યોગ 1 ટ્રિલિયન ડોલર સુધી પહોંચી જશે. ભારતમાં સેમિકન્ડક્ટર અંગેની મજબૂત નીતિઓ બનાવવામાં આવી છે. ભારતમાં પ્રથમ વખત સ્થાનિક નીતિઓ સેમિકન્ડક્ટર ઉત્પાદન માટે અનુકૂળ છે, તેનો સંપૂર્ણ શ્રેય વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અને દીર્ઘદ્રષ્ટા મંત્રીઓ શ્રી અશ્વિની વૈષ્ણવ અને રાજીવ ચંદ્રશેખરજીને જાય છે. સેમિના સી.ઈ.ઓ તરીકે હું કહીશ કે, સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં વિકસિત થવા માટે સેમિનો ભારતને પૂર્ણરૂપે સહયોગ રહેશે.

    એડવાન્સ માઈક્રો ડીવાઇસીસના એક્ઝિક્યુટિવ વાઈસ પ્રેસિડેન્ટ અને સી.ટી.ઓ માર્ક પેપરમાસ્ટર સંબોધન આપતા જણાવ્યુ હતું કે "AMD આગામી પાંચ વર્ષમાં ભારતમાં 400 મિલિયન યુ.એસ. ડોલરનું રોકાણ કરશે. વર્ષ-2028ના અંત સુધીમાં અમે ભારતમાંથી વધુ 3000 જેટલા એન્જિનિયરોને સામેલ કરીને આ વિકાસયાત્રા આગળ વધારીશું. ભારતના સેમિકન્ડક્ટર ઇકોસિસ્ટમના નિર્માણમાં અમે મજબૂત ભાગીદાર બનીશું.”

    વેદાંતા ગ્રુપના ચેરમેન અનિલ અગ્રવાલે સંબોધન આપતા જણાવ્યુ હતું કે ભારતની સિલિકોન વેલી બનવા માટે ગુજરાત યોગ્ય સ્થળ છે. ગુજરાત સરકારે એક સાનુકૂળ ઈકોસિસ્ટમ બનાવી છે જેનાથી અમે ખુશ છીએ. સેમિકન્ડક્ટર અને ડિસ્પ્લે ફેબ યુનિટ બનાવવા માટે વેદાંતા પ્રતિબધ્ધ છે.

    કેડેન્સના વડા અનિરુદ્ધ દેવગણે  જણાવ્યું હતું કે “ભારત સેમિકન્ડક્ટર્સમાં રોકાણ કરી રહ્યું છે તે સાંભળીને ખૂબ આનંદ થઈ રહ્યો છે. કારણ કે ભારત ભવિષ્યમાં સેમિકન્ડક્ટર્સ માટે મહત્વનો ભાગ ભજવશે. તેમણે જણાવ્યું હતું કે, ચિપ્સ ડિઝાઇન કરવા માટે  અહીં ઘણા વિદ્યાર્થીઓ, અધિકારીઓ અને વૈશ્વિક કંપનીઓ છે.  જ્યારે અમારી પાસે યુ.એસ.માં ઘણી બધી તકનીકો છે પરંતુ દરેક સ્માર્ટ વ્યક્તિના સાપેક્ષમાં ભારતમાં સેંકડો સ્માર્ટ લોકો છે. સેમિકન્ડક્ટર્સમાં રોકાણ ભારત માટે અપાર તકોનું સર્જન કરશે કારણ કે માત્ર વૈશ્વિક ઉત્પાદકો અથવા વિશાળ કંપનીઓ જ નહીં પરંતુ સ્થાનિક ઉત્પાદકો અને સ્વદેશી ઉત્પાદન કંપનીઓને પણ આ રોકાણથી પ્રોત્સાહન મળશે.”

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply