Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફ્રાન્સ અને UAEના સફળ પ્રવાસ બાદ સ્વદેશ પરત ફર્યા

Live TV

X
  • ફ્રાંસ અને યુ.એ.ઇનો સફળ પ્રવાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વદેશ પરત ફર્યા છે. યુ.એ.ઇના પ્રવાસ દરમિયાન ત્યાંના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરીને સંબંધને મજબુતી પ્રદાન કરી છે.

    ફ્રાંસ અને યુ.એ.ઇનો સફળ પ્રવાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સ્વદેશ પરત ફર્યા છે. યુ.એ.ઇના પ્રવાસ દરમિયાન ત્યાના રાષ્ટ્રપતિ મોહમ્મદ બિન ઝાયદ અલ નાહયાન સાથે મુલાકાત કરીને દ્વીપક્ષીય સંબંધને મજબુતી પ્રદાન કરી છે. આ પહેલા પ્રધાનમંત્રીએ ફ્રાન્સનો પ્રવાસ કર્યો હતો. જેમાં બન્ને દેશો વચ્ચેના સંબંધમાં આત્મીયતા જોવા મળી હતી. પ્રધાનમંત્રીના યુ.એ.ઇના ટૂંકા પ્રવાસમાં બન્ને દેશો વચ્ચે સંબંધોનો નવો ઇતિહાસ લખવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અબુધાબીમાં રાષ્ટ્રપતિના નિવાસસ્થાન ખાતે ઔપચારિક સ્વાગત કરવામાં આવ્યું હતું. આ દરમિયાન બન્ને દેશોના નેતાઓ વચ્ચે મિત્રતાનો ભાવ જોવા મળ્યો હતો. બન્ને નેતાઓએ પ્રતિનિધી સ્તરની વાતચીત કરી હતી. જેમાં વૈશ્વિક મુદે સહયોગ સ્થાપિત કરવા જેવા વિષયો પર ચર્ચા કરવામાં આવી હતી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને યુ.એ.ઇના રાષ્ટ્રપતિની ઉપસ્થિતિમાં બન્ને દેશો વચ્ચે સમજૂતીનું આદાન પ્રદાન કરવામાં આવ્યું હતું. જેમાં આઇ.આઇ.ટી. દિલ્હીનું કેમ્પસ અબુધાબીમાં સ્થાપવાની સમજૂતી સહિતના વિવિધ એમ.ઓ.યુનો સમાવેશ થાય છે. ભારત અને સંયુક્ત આરબ અમિરાત વચ્ચે સ્થાનિક ચલણના ઉપયોગ સંબંધે બે સમજુતી કરાર પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. ભારતીય રીઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસ અને સેન્ટ્રલ બેન્ક ઓફ યુ.એ.ઈના ગવર્નર ખાલેદ મોહમ્મદ બાલમાએ આર્થિક સહયોગ અને કોઈપણ અડચણ વિના સરહદ પાર લેવડદેવડને પ્રોત્સાહન આપવા માટે બે સમજુતી કરાર કર્યા. આનો હેતુ સ્થાનિક ચલણનો ઉપયોગને પ્રોત્સાહન આપવા અને ચૂકવણી તથા સંદેશ પધ્ધતિઓને અરસપરસમાં જોડવાની સુવિધા આપવાનો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply