Skip to main content
Settings Settings for Dark

ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં અતિભારે વરસાદની હવામાન વિભાગની આગાહી

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદેશ પ્રવાસથી દિલ્હી પહોચ્યા બાદ દિલ્હીના ઉપરાજ્યપાલ વિ.કે.સકસેના સાથે યમુના નદીના જળસ્તરમાં વૃધ્ધિના કારણે દિલ્હીની પરિસ્થિતિને લઇને વાતચીત કરી હતી.

    પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વિદેશ પ્રવાસથી દિલ્હી પહોચ્યા બાદ દિલ્હીના ઉપરાજ્યપાલ વિ.કે.સકસેના સાથે યમુના નદીના જળસ્તરમાં વૃધ્ધિના કારણે દિલ્હીની પરિસ્થિતિને લઇને વાતચીત કરી હતી. દિલ્હીના એલ.જી. એ ટ્વીટ કરીને જણાવ્યું હતું કે પ્રધાનમંત્રીએ દિલ્હી પહોંચીને ફોન કરીને દિલ્હીની પૂરની સ્થિતિ અને હાથ ધરવામાં આવેલા પગલાઓની પૂરી જાણકારી મેળવી હતી. યમુનાના જળસ્તરમાં ઘટાડો થયો છે. જોકે હજુ દિલ્હીના ઘણા વિસ્તારોમાં પાણી ભરાયેલા છે. જેનાથી જનજીવન પ્રભાવિત થયું હતું. જોકે હવે જનજીવન સામાન્ય થઇ રહ્યું છે. કેટલાક માર્ગોને વાહનવ્યવહાર માટે ખોલવામાં આવ્યાં છે.

    હવામાન વિભાગે આગામી કેટલાંક દિવસો માટે ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તરપ્રદેશમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગે હિમાચલ માટે 17 અને ઉત્તરાખંડ માટે 18 જુલાઇ સુધી ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જ્યારે પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં આગામી ચાર દિવસ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે. મધ્ય અને પૂર્વ ભારતમાં આગામી પાંચ દિવસ સુધી મોનસુન સક્રિય રહેશે. જ્યારે પૂર્વોત્તર ભારતમાં વરસાદમાં ધીરે-ધીરે ઘટાડો થશે. પશ્ચિમી તટ પર વરસાદમાં વધારો થવાની સંભાવના છે. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply