પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13મી જાન્યુઆરીએ ગંગા વિલાસ ક્રૂઝ યાત્રાને પ્રસ્થાન કરાવશે
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે કહ્યું હતું કે, વિશ્વની સૌથી લાંબી નદી ક્રૂઝ ગંગા વિલાસ આપણા સાંસ્કૃતિક મૂળ સાથે જોડાવા અને ભારતની વિવિધતાના સુંદર પાસાઓને શોધવાની એક અનોખી તક છે. કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલના ટ્વીટના જવાબમાં પ્રધાનમંત્રીએ આ મુજબ જણાવ્યું.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 13મી જાન્યુઆરીએ ગંગા વિલાસ ક્રૂઝ યાત્રાને વર્ચ્યુઅલ રીતે પ્રસ્થાન કરાવશે. આ લક્ઝરી ટ્રિપલ-ડેક ક્રૂઝ વારાણસીથી આસામના દીબ્રુગઢ સુધી વિશ્વના સૌથી લાંબા જળમાર્ગ પર મુસાફરી કરશે. આ ક્રૂઝમાં 18 સ્યૂટ સાથે 80 મુસાફરોની ક્ષમતા હશે.
