પ્રધાનમંત્રી બીજી જાન્યુઆરીએ મેરઠમાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો કરશે શિલાન્યાસ
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બીજી જાન્યુઆરી 2022ના રોજ મેરઠની મુલાકાત લેશે અને બપોરે લગભગ 1 વાગ્યે મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે. લગભગ રૂ.700 કરોડ રૂપિયાનાં અંદાજિત ખર્ચે મેરઠના સરથાણા નગરના સલવા અને કૈલી ગામમાં યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે.
સ્પોર્ટ્સ યુનિવર્સિટી સિન્થેટિક હોકી ગ્રાઉન્ડ, ફૂટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ/વોલીબોલ/હેન્ડબોલ/કબડ્ડી ગ્રાઉન્ડ, લૉન ટેનિસ કોર્ટ, જિમ્નેશિયમ હોલ, સિન્થેટિક રનિંગ સ્ટેડિયમ, સ્વિમિંગ પૂલ, બહુહેતુક હોલ સહિત આધુનિક અને અત્યાધુનિક સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ હશે. સાયકલિંગ વેલોડ્રોમ, યુનિવર્સિટીમાં શૂટિંગ, સ્ક્વોશ, જિમ્નેસ્ટિક્સ, વેઇટલિફ્ટિંગ, તીરંદાજી, કેનોઇંગ અને કાયાકિંગ સહિતની અન્ય સુવિધાઓ પણ હશે. યુનિવર્સિટીમાં 540 મહિલા અને 540 પુરૂષ ખેલાડીઓ સહિત 1080 ખેલાડીઓને તાલીમ આપવાની ક્ષમતા હશે.
