જમ્મુ-કાશ્મીરમાં ગઇકાલે રાત્રે સુરક્ષા દળો સાથેની અથડામણમાં ત્રણ આતંકવાદીઓ ઠાર
Live TV
-
જમ્મુ-કાશ્મીરમાં શ્રીનગરના બહારના વિસ્તારમાં ગઇકાલે રાત્રે સુરક્ષા દળોની સાથેની અથડામણમાં ત્રણ આતંકવાદી ઠાર કરાયા હતા. પોલીસે જણાવ્યું છે કે, પંથા ચોક પરથી જ્યાં અથડામણ થઈ હતી. ત્યાંથી શસ્ત્રો અને ગોળા-બારુદ સહિત અન્ય વિસ્ફોટક સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. કાશ્મીર ઘાટીમાં ગોળીબારમાં ત્રણ અલગ અલગ ઘટનાઓમાં છેલ્લા 36 કલાકમાં 9 આતંકી માર્યા ગયા છે. ઠાર થયેલા આતંકવાદીઓમાં બે પાકિસ્તાનના નાગરિકો હતા. કુખ્યાત પાકિસ્તાની આતંકવાદી રઈસ 2017 થી કાશ્મીર ઘાટીમાં સક્રિય હતો. આ માસમાં ઘાટીમાં વિવિધ અથડામણોમાં 30 આતંકવાદી માર્યા ગયા છે.
