પ્રધાનમંત્રી 1 જાન્યુઆરીએ વીડિયો કોન્ફરન્સથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 10મો હપ્તો કરશે જાહેર
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1 જાન્યુઆરી,2022 ના રોજ બપોરે 12:30 વાગે વીડિયો કોન્ફરન્સ માધ્યમથી પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાના નાણાંકીય લાભાર્થીઓનો 10મો હપ્તો જાહેર કરશે. 10 કરોડ જેટલાં ખેડૂતોનાં ખાતામાં 20 હજાર કરોડ રૂપિયાથી વધુ રકમ જમા થશે. પીએમ કિસાન યોજના અંતર્ગત પાત્ર ખેડૂત પરિવારને 6 હજાર રૂપિયા પ્રતિવર્ષ નાણાંકીય લાભ અપાય છે. આ રકમ બે-બે હજારના ત્રણ હપ્તામાં ખાતામાં સીધી જમા કરાય છે. અત્યાર સુધીમાં ખેડૂત પરિવારોને એક લાખ 60 હજાર કરોડ રૂપિયા અપાયા છે. પ્રધાનમંત્રી મોદી 351 કૃષિ ઉત્પાદક સંગઠનોને 14 કરોડ રૂપિયાથી વધુ રકમનું ઇક્વિટી અનુદાન કરશે. આ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી કૃષિ ઉત્પાદક સંગઠનો સાથે વાતચીત કરશે અને રાષ્ટ્રને સંબોધન કરશે. કેન્દ્રીય કૃષિ મંત્રી પણ આ પ્રસંગે હાજર રહેશે.
