Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી ભારતીય સહકારી કૉંગ્રેસને 1લી જુલાઈએ કરશે સંબોધિત

Live TV

X
  • આંતરરાષ્ટ્રીય સહકારી દિવસ નિમિત્તે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 1લી જુલાઈએ 17મી ભારતીય સહકારી કોંગ્રેસને સંબોધિત કરશે. નવી દિલ્હીના પ્રગતિ મેદાન ખાતે સવારે 11 વાગ્યે આ કાર્યક્રમ યોજાશે. જેની થીમ 'અમૃત કાળ: વાઇબ્રન્ટ ઇન્ડિયા માટે સહકાર દ્વારા સમૃદ્ધિ' રહેશે. "સહકાર સે સમૃદ્ધિ"ના વિઝનમાં પ્રધાનમંત્રીની દ્રઢ માન્યતાથી પ્રેરિત, સરકાર દેશમાં સહકારી ચળવળને વેગ આપવા માટે સતત પગલાં લઈ રહી છે. આ પ્રયાસને બળ આપવા માટે સરકાર દ્વારા એક અલગ સહકાર મંત્રાલય બનાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રીની સહભાગીતાએ આ દિશામાં વધુ એક પગલું છે. અમૃત કાળ: વાઇબ્રન્ટ ઇન્ડિયા માટે સહકાર દ્વારા સમૃદ્ધિની મુખ્ય થીમ પર સાત ટેકનિકલ સત્રો હશે. તે 3600થી વધુ હિસ્સેદારોની સહભાગિતાના સાક્ષી બનશે, જેમાં પ્રાથમિક સ્તરથી રાષ્ટ્રીય સ્તર સુધીની સહકારી સંસ્થાઓ, આંતરરાષ્ટ્રીય સહકારી સંગઠનોના પ્રતિનિધિઓ, આંતરરાષ્ટ્રીય સહકારી જોડાણના પ્રતિનિધિઓ, મંત્રાલયો, યુનિવર્સિટીઓ, પ્રતિષ્ઠિત સંસ્થાઓના પ્રતિનિધિઓ સહિત અન્ય લોકો સામેલ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 12-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 13-07-2026 Max Temp : °C Min Temp : °C
apply