વિશ્વ મંચ પર ભારતનું ગૌરવ વધારવાનું કામ પ્રધાનમંત્રીએ કર્યું: અમિત શાહ
Live TV
-
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આજે રાજસ્થાનના પ્રવાસે છે. તેમણે ઉદયપુર ખાતે વિશાળ જન સંવાદ કાર્યક્રમમાંમાં હાજરી આપી હતી. સભાને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, વિકાસના દરેક માપદંડ ઉપર મોદી સરકારે હંમેશા પ્રગતિ નોંધાવી છે. છેલ્લા 9 વર્ષોમાં પ્રધાનમંત્રી મોદીએ દેશને સુરક્ષિત કરવાનું તથા વિશ્વ મંચ ઉપર ભારતનું ગૌરવ વધારવાનું કામ કર્યું છે. આ ઉપરાંત કેન્દ્રીય ગૃહમંત્રીએ વિપક્ષ ઉપર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, રાજસ્થાનમાં ગેહલોત સરકારે જેટલા વાયદાઓ કર્યા હતા તે બધા વાયદાઓ તોડ્યાં છે. ખેડૂતોનું દેવું માફ કરવાને બદલે 19,000 ખેડૂતો પાસેથી જમીન જપ્ત કરી લીધી છે તો રાજ્યની કાનુન વ્યવસ્થા પણ અસ્ત-વ્યસ્ત થઈ ગઈ છે. આ કાર્યક્રમમાં સાંસદ અરુણ સિંહ, પાર્ટીના ઉપાધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજે, પ્રદેશ અધ્યક્ષ સીપી જોશી અને વિપક્ષના નેતા રાજેન્દ્ર સિંહ રાઠોડ સહિત બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.
