પ્રધાનમંત્રી મોદીએ ઇઝરાયલના PM બેમ્જામિન નેતન્યાહૂ સાથે કરી ટેલીફોનિક વાતચીત
Live TV
-
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઇઝરાયલના પ્રધાન મંત્રી બેમ્જામિન નેતન્યાહૂ સાથે ટેલીફોન પર વાત ચીત કરી હતી. નેતન્યાહૂ એ તાજેતરમાં સત્તા સંભાળ્યા બદલ પ્રધાનમંત્રીએ અભિનંદન આપતાં તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે નેતન્યાહૂના નેતૃત્વ અને માર્ગદર્શનમાં ભારત- ઇઝરાયલ સહયોગ સતત વધતો રહેશે. બંને નેતાઓ એ, મહત્વ ના વિવિધ મુદ્દે વાત ચીત કરી હતી.
બંને દેશ ,કોવિડ-19 મહામારી ના સમય માં ,પોતાનો સહયોગ વધારી શકે છે. રસીકરણ, ચિકીત્સા વિજ્ઞાન, અને નિદાન ક્ષેત્રે ,વિકાસ ના પ્રયાસ ને મુદ્દે ,બંને નેતા વચ્ચે ,વાત ચીત થઇ હતી. બંને નેતાઓ એ વિશેષજ્ઞોની ટીમ દ્વારા આદાન પ્રદાન માટે ચાલી રહેલા કાર્યક્રમો ને મુદ્દે પણ સંમતિ દર્શાવી હતી. બંને નેતાઓ એ ,એ વાતે પણ સંમતિ દર્શાવી ,કે માનવતા ના લાભ માટે ,આ પ્રકાર ના સહયોગ ના ફળ ,મળવા જોઇએ.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ વાત ચીત વિષે ટ્વિટ કરી ને જણાવ્યું હતું કે કોવિડ-19 અંગે બંને દેશો વચ્ચે ,કેવો સહયોગ રહેશે, તે અંગે વાત ચીત કરી હતી. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કંબોડિયાના પ્રધાનમંત્રી સાથે પણ ટેલિફોન પર વાત ચીત કરી હતી. કોવિડ-19 ની સ્થિતી પર ચર્ચા કરતાં, બંને નેતા ,એક બીજા ના દેશ માં રહેલા ,પોતાના પ્રવાસી નાગરિકો ની મદદ કરવા અને તેમને વતન પહોંચાડવા થઇ રહેલા પ્રયાસો માટે ,સહયોગ ચાલુ રાખવા પણ ,સંમત થયા હતા. કંબોડિયા ના પ્રધાનમંત્રી એ પણ જણાવ્યું હતું કે ભારત સાથે ના તેના સંબંધો મહત્વ ના છે.
