ભાગેડુ નિરવ મોદી અને મેહૂલ ચોક્સીના કેસમાં EDને મળી મોટી સફળતા
Live TV
-
ભાગેડુ જાહેર થઇ ચુકેલા નીરવ મોદી અને મેહુલ ચોક્સી પાસેથી નાણા વસુલીમાં ઇડીને મોટી સફળતા મળી છે. બુધવારે ,ઇડી હોંગ કોંગ થી ,હીરા, મોતી ,અને ઝવેરાત જપ્ત કરીને દેશમાં પરત લાવી છે. આ કિમતી ઝવેરાત ,અને હીરા મોતી ની કિંમત રૂપિયા એક હજાર 350 કરોડ થાય છે.
નીરવ અને મેહુલ ચોક્સી ની કંપની ના હીરા ઝવેરાત ને જપ્ત કરીને ,ભારત લાવવામાં ઇડીને આ સફળતા મળી છે. કિમતી ઝવેરાત હોંગ કોંગ ની એક કંપની ના ગોડાઉન માં ,રાખવા માં આવ્યા હતા. આ સામગ્રીમાં પોલિશ્ડ હીરા, મોતી. ચાંદીના આભૂષણ વગેરનો સમાવેશ થાય છે. જપ્ત સામગ્રી ને ,મુંબઇ પરત લાવવા માં આવી છે. જપ્ત સામગ્રીનું વજન અંદાજે બે હજાર 340 કીલો છે.
