પ્રધાનમંત્રી મોદીએ નાસિક ખાતે 27મા રાષ્ટ્રીય યુવા મહોત્સવને કર્યુ સંબોધિત, યુવાઓ પાસે ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવાની તક
Live TV
-
પ્રધાનમંત્રીએ કાલારામ મંદિરમાં શ્રમદાન કરીને દેશવાસીઓને સંદેશો આપ્યો હતો
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે મહારાષ્ટ્રના પ્રવાસે છે. પ્રધાનમંત્રીએ આજે સ્વામી વિવેકાનંદના જન્મદિવસ પર, રાષ્ટ્રીય યુવા દિવસ નિમિત્તે નાસિકથી 27મા રાષ્ટ્રીય યુવા મહોત્સવને સંબોધિત કર્યુ હતું. આ અવસરે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે, લોકતંત્રમાં યુવાઓની ભાગીદારી જેટલી વધુ હશે, રાષ્ટ્રનું ભવિષ્ય તેટલું જ શ્રેષ્ઠ બનશે. પ્રધાનમંત્રીએ આઝાદીના અમૃતકાળનો ઉલ્લેખ કરતા જણાવ્યું કે, યુવાઓ માટે આ જ સમય યોગ્ય છે કે, જ્યારે આગળ આવીને દેશના ઇતિહાસમાં પોતાનું નામ નોંધાવી શકે. રાષ્ટ્રીય યુવા મહોત્સવમાં સંબોધન પહેલા પ્રધાનમંત્રીએ રોડ- શોમાં પણ ભાગ લીધો હતો. તેમજ સ્વામી વિવેકાનંદની જન્મજયંતિના અવસરે તેમની પ્રતિમા પર પુષ્પાજંલિ અર્પણ કરી હતી. સાથે કાલારામ મંદિરમાં પૂજા-અર્ચના પણ કરી હતી. પ્રધાનમંત્રીએ કાલારામ મંદિરમાં શ્રમદાન કરીને દેશવાસીઓને સંદેશો આપ્યો હતો. પ્રધાનમંત્રીએ રામમંદિરના પ્રાણપ્રતિષ્ઠાના અવસરે, દેશના તમામ તીર્થસ્થળોએ સ્વચ્છતા અભિયાન ચલાવી પોતાનું યોગદાન આપવા આહ્વાન કર્યુ હતું.
વધુમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સંબોધન કરતા જણાવ્યુ હતુ કે, અમૃતકાળના આ કાલખંડમાં આજે યુવાઓ પાસે ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવવાની તક છે. આ સમય ભારતના યુવાઓ માટે અત્યારે સોનેરી તક છે.