પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભારતના સૌથી લાંબા દરિયાઈ પુલ અટલ સેતુનું ઉદઘાટન કર્યુ, બ્રિજથી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ ઝડપથી કનેક્ટિવિટી મળશે
Live TV
-
ટલ સેતુ લગભગ 21.8 કિમી લાંબો 6-લેન બ્રિજ છે અને સમુદ્ર પર આ સેતુની લંબાઈ 16.5 કિમી છે અને જમીન પર લગભગ 5.5 કિમી છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે મુંબઈમાં દેશના સૌથી મોટા અટલ બિહારી બાજપાઈ સિવરી-ન્હાવા શેવા અટલ સેતુ અને એક મોટી પાયાગત પરિયોજનાનું ઉદઘાટન કર્યું હતું. આ અટલ સેતુ લગભગ ૨૧ કિલોમીટર લાંબો પુલ દેશનો સૌથી મોટો સમુદ્રી પુલ પણ છે. આ પુલથી સિવરી-ન્હાવા શેવા વચ્ચેની મુસાફરીનો સમય બે કલાકથી ઘટીને ફક્ત ૨૦ મિનીટનો બની રહેશે. આ બ્રિજથી મુંબઈથી પુના, ગોવા અને દક્ષિણ ભારતના અન્ય ભાગોનું અંતર ઘટી જશે. આ અટલ સેતુ સમુદ્ર પર સાડા 16 કિલોમીટર અને જમીન પર સાડા પાંચ કિલોમીટર ફેલાયેલો છે. આ પ્રોજેક્ટ પર 17 હજાર આઠ સો ચાલીસ કરોડ રૂપિયાથી વધુનો ખર્ચ કરાયો છે.
અટલ સેતુ
પ્રધાનમંત્રીનું વિઝન શહેરી પરિવહન માળખાગત સુવિધા અને કનેક્ટિવિટીને મજબૂત કરીને નાગરિકોની 'સરળતા' વધારવાનું છે. આ વિઝનને અનુરૂપ મુંબઈ ટ્રાન્સહાર્બર લિન્ક (એમટીએચએલ)નું નિર્માણ કરવામાં આવ્યું છે. જેનું નામ 'અટલ બિહારી વાજપેયી સેવરી - ન્હાવા શેવા અટલ સેતુ' છે. પ્રધાનમંત્રીએ ડિસેમ્બર, 2016માં આ પુલનો શિલાન્યાસ પણ કર્યો હતો. અટલ સેતુનું નિર્માણ કુલ 17,840 કરોડ રૂપિયાથી વધુના ખર્ચે કરવામાં આવ્યું છે.
બ્રિજની વિશેષતા
આ અટલ સેતુ લગભગ 21.8 કિમી લાંબો 6-લેન બ્રિજ છે અને સમુદ્ર પર આ સેતુની લંબાઈ 16.5 કિમી છે અને જમીન પર લગભગ 5.5 કિમી છે.
આ બ્રિજ ભારતનો સૌથી લાંબો પુલ છે અને ભારતનો સૌથી લાંબો દરિયાઈ પુલ પણ છે.
આ બ્રિજથી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ અને નવી મુંબઈ આંતરરાષ્ટ્રીય એરપોર્ટને ઝડપથી કનેક્ટિવિટી મળશે
મુંબઈથી પૂણે, ગોવા અને દક્ષિણ ભારત વચ્ચેનાં પ્રવાસનાં સમયમાં પણ ઘટાડો થશે.
મુંબઈ પોર્ટ અને જવાહરલાલ નેહરુ પોર્ટ વચ્ચેની કનેક્ટિવિટીમાં પણ સુધારો થશે.