વાઇબ્રન્ટ ગુજરાત સમિટના સમાપન સમારંભમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતશાહનું સંબોધન,કહ્યું, 20 વર્ષમાં ગુજરાતના માધ્યમથી દેશના વિકાસનો પાયો નંખાયો
Live TV
-
'સમગ્ર વિશ્વના રોકાણકારો માટે ભારત હોટફેવરિટ, તેમાં પણ ગુજરાતએ સૌથી વધુ મનપસંદ સ્થળ'
ગાંધીનગરમાં વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ સમારોહના સમાપન સત્રને સંબોધતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જણાવ્યું હતું કે, 20 વર્ષમાં ગુજરાતના માધ્યમથી દેશના વિકાસનો પાયો નંખાયો છે. વાઇબ્રન્ટ ગુજરાતના લક્ષ્યને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દિશા આપી છે. વધુમાં તેમણે ઉમેર્યું હતું કે, આ સમાપન નથી પરંતુ અમૃતકાળના સંકલ્પને સાકાર અને સાર્થક કરવા માટે આ સંકલ્પથી સિદ્ધિનો માર્ગનું પ્રસસ્તિકરણ છે. કેન્દ્રીય ગૃહમંત્રીએ કહ્યું કે, આજે સમગ્ર દુનિયામાં સૌથી પ્રિય રોકાણ માટેનું ડેસ્ટીનેશન ભારત છે અને ભારતમાં સૌથી પ્રિય રોકાણ કરવા માટેનું સ્થળ ગુજરાત છે.
વાયબ્રન્ટ ગ્લોબલ સમિટના સમાપન સમારોહને સંબોધતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, દસમી વાઇબ્રન્ટ સમિટમાં 140થી પણ વધુ દેશોના પ્રતિનિધિઓએ ભાગ લીધો જેનાથી એમ એસ એમ ઈ ઉદ્યોગને નવું બળ મળ્યું છે. રિન્યુએબલ એનર્જી, સેમી કન્ડક્ટર, ગ્રીન હાઇડ્રોજન, ઇલેક્ટ્રિક વિહિકલ જેવા ઉભરતા ક્ષેત્રોમાં થયેલ વિવિધ MOUથી વિકસિત ભારત@ 2047ની સંકલ્પનાને સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર રહેશે તેમ મુખ્યમંત્રીએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.