Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદીએ રાજસ્થાનની મુલાકાત દરમિયાન રાજ્યને કરોડોના વિકાસના કામોની આપી ભેટ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાજસ્થાનનાં સીકરમાં વિવિધ વિકાસલક્ષી પરિયોજનાઓનો શિલાન્યાસ અને લોકાર્પણ કર્યું હતું. આ પ્રોજેક્ટ્સમાં 1 લાખ 25 હજારથી વધુ પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રો (પીએમકેએસકે) દેશને સમર્પિત કર્યા હતા. યુરિયા ગોલ્ડનો શુભારંભ – સલ્ફરથી આચ્છાદિત યુરિયાની નવી વિવિધતા ધરાવતું યુરિયા ગોલ્ડ લોન્ચ કર્યું હતું. ડિજિટલ કોમર્સ માટે ખુલ્લા નેટવર્ક (ઓએનડીસી) પર 1600 ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન્સ (એફપીઓ)ને ઓનબોર્ડિંગ કર્યું હતું. પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) હેઠળ આશરે રૂ. 17,000 કરોડનો 14મો હપ્તો 8.5 કરોડ લાભાર્થીઓને અર્પણ કર્યો હતો. ચિત્તોડગઢ, ધોલપુર, સિરોહી, સીકર અને શ્રી ગંગાનગરમાં 5 નવી મેડિકલ કોલેજોનું ઉદઘાટન કર્યુ હતું. બારાન, બુંદી, કરૌલી, ઝુંઝુનુ, સવાઈ માધોપુર, જેસલમેર અને ટોંકમાં 7 મેડિકલ કોલેજો માટે શિલારોપણ કર્યું હતું તથા ઉદેપુર, બાંસવાડા, પરસાવાડા, પરપતગઢ અને ડુંગરપુર તથા કેન્દ્રીય વિદ્યાલય તિવરી, જોધપુરમાં સ્થિત 6 એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ્સનું ઉદઘાટન કર્યુ હતું.

    આ પ્રસંગે ઉપસ્થિત જનમેદનીને સંબોધન કરતા પ્રધાનમંત્રીએ દેશના અસંખ્ય સ્થળોએથી આ કાર્યક્રમમાં જોડાનારા કરોડો ખેડૂતોની પ્રશંસા કરી હતી અને કહ્યું હતું કે, ખાટુ શ્યામજીની ભૂમિ ભારતના ખૂણેખૂણેથી યાત્રાળુઓને આશ્વાસન આપે છે. તેમણે શેખાવતીની વીરતાભરી ભૂમિ પરથી વિવિધ વિકાસ કાર્યક્રમો શરૂ કરવાની તક મેળવવા બદલ આભાર વ્યક્ત કર્યો હતો તથા પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ (પીએમ-કિસાન) હેઠળ હપ્તાના કરોડો ખેડૂત-લાભાર્થીઓને સીધા હસ્તાંતરણનો ઉલ્લેખ કર્યો હતો. દેશમાં 1.25 લાખથી વધારે પ્રધાનમંત્રી કિસાન સમૃદ્ધિ કેન્દ્રોની કટિબદ્ધતા વિશે વાત કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું હતું કે, તેનાથી ગામડાં અને બ્લોક સ્તરે કરોડો ખેડૂતોને સીધો લાભ થશે. તેમણે ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ (ઓએનડીસી) પર ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન્સ (એફપીઓ)ના ઓનબોર્ડિંગનો પણ ઉલ્લેખ કર્યો હતો અને કહ્યું હતું કે, તેનાથી ખેડૂતોને દેશના કોઈ પણ ભાગમાંથી તેમની પેદાશો બજારમાં લઈ જવામાં સરળતા રહેશે. તેમણે યુરિયા ગોલ્ડ, નવી મેડિકલ કોલેજો અને એકલવ્ય મોડેલ સ્કૂલ શરૂ કરવાનો ઉલ્લેખ પણ કર્યો હતો. પ્રધાનમંત્રીએ ભારતની જનતાને તેમજ કરોડો ખેડૂતોને આજની વિકાસલક્ષી પરિયોજનાઓ માટે અભિનંદન પાઠવ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 17-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-05-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-05-2026 Max Temp : °C Min Temp : °C
apply