Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી મોદી ચાર રાજ્યોને આપશે વિકાસકાર્યોની ભેટ

Live TV

X
  • પ્રધાનમંત્રી મોદી ચાર રાજ્યોમાં 50 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવાના છે. પ્રધાનમંત્રી આ શુક્રવારથી બે દિવસ માટે છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, તેલંગણા અને રાજસ્થાન એમ ચાર રાજ્યોની બે દિવસીય મુલાકાતે જશે. તેમની મુલાકાત દરમિયાન, પ્રધાનમંત્રી 50 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. 7મી તારીખે શુક્રવારે તેઓ છત્તીસગઢના રાયપુરમાં લગભગ 6 હજાર 400 કરોડ રૂપિયાના રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટ સહિત વિવિધ વિકાસ પ્રોજેક્ટ માટે શિલાન્યાસ કરશે. તે જ દિવસે તેઓ ઉત્તરપ્રદેશના ગોરખપુરથી બે વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી દર્શાવી પ્રસ્થાન કરાવશે. વારાણસીમાં તેઓ એક જાહેર કાર્યક્રમમાં હાજરી આપશે અને વિકાસ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરશે.

    બીજા દિવસે, પ્રધાનમંત્રી તેલંગણાના વારંગલમાં લગભગ 6 હજાર 100 કરોડ રૂપિયાના મૂલ્યના અનેક માળખાકીય વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. તેમાં રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. બાદમાં, તેઓ રાજસ્થાનના બિકાનેરમાં 24 હજાર 300 કરોડ રૂપિયાથી વધુના વિકાસ પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે. શ્રી મોદી ત્યાં 30 પથારીવાળી કર્મચારી રાજ્ય વીમા નિગમની નવી હોસ્પિટલનું લોકાર્પણ કરશે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply