Skip to main content
Settings Settings for Dark

પ્રધાનમંત્રી રવિવારે મેરઠમાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો કરશે શિલાન્યાસ

Live TV

X
  • પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે મેરઠમાં મેજર ધ્યાનચંદ સ્પોર્ટ્સ યુનિવર્સિટીનો શિલાન્યાસ કરશે. લગભગ 700 કરોડ રૂપિયાના અંદાજિત ખર્ચે મેરઠના સરધાના નગરના સલવા અને કૈલી ગામમાં યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવશે. સ્પોર્ટ્સ યુનિવર્સિટી સિન્થેટિક હોકી ગ્રાઉન્ડ, ફૂટબોલ ગ્રાઉન્ડ, બાસ્કેટબોલ, વોલીબોલ, હેન્ડબોલ, કબડ્ડી ગ્રાઉન્ડ, લૉન ટેનિસ કોર્ટ, જિમ્નેશિયમ હોલ, સિન્થેટિક રનિંગ સ્ટેડિયમ, સ્વિમિંગપૂલ, મલ્ટીપર્પઝ હોલ સહિત આધુનિક અને અત્યાધુનિક સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ હશે.

    મેજર ધ્યાનચંદ સ્પોર્ટસ યુનિવર્સિટીમાં સાયકલિંગ વેલોડ્રોમ, શૂટિંગ, સ્ક્વોશ, જિમ્નેસ્ટિક્સ, વેઇટલિફ્ટિંગ, તીરંદાજી, કેનોઇંગ અને કાયાકિંગ સહિતની અન્ય સુવિધાઓ પણ હશે. યુનિવર્સિટીમાં 540 મહિલા અને 540 પુરૂષ ખેલાડીઓ સહિત કુલ 1080 ખેલાડીઓ એકસાથે તાલીમ લઇ શકે તેટલી ક્ષમતા હશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply