કાપડ પર GSTનો દર 5 ટકા યથાવત, 1 જાન્યુઆરીથી લાગુ થશે નિયમ
Live TV
-
દેશની રાજધાની દિલ્હીમાં નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં GST કાઉન્સિલની 46મી બેઠક મળી હતી. ટેક્ષટાઇલ વેપારીઓની માંગણીને ધ્યાનમાં રાખીને GST યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સીતારમણે કાપડ પરનો GST 5% યથાવત રાખવાનો નિર્ણય કર્યો છે. પહેલા સરકારે કાપડ પરનો GST 5% થી વધારીને 12 કરવાનો નિર્ણય કર્યો હતો. જેનો 1 જાન્યુઆરીથી અમલ થવાનો હતો. આ અંગે અનેક રજૂઆતો બાદ આખરે સરકાર દ્વારા GST દર યથાવત રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
બેઠકમાં તમિલનાડુનાં નાણામંત્રીએ કહ્યું કે, આ સમયે કાપડ પર GST દર વધારવાના પ્રસ્તાવને લાગુ કરવો યોગ્ય નથી. કારણ કે કોરોના મહામારી હજુ પણ ચાલી રહી છે. કાપડ ઉદ્યોગ હજુ પણ મુશ્કેલીમાંથી બહાર નથી આવ્યો. મહત્વનું છે કે GST એટલે કે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ પરના તમામ નિર્ણયો GST કાઉન્સિલ દ્વારા લેવામાં આવે છે. આ બેઠકની અધ્યક્ષતા કેન્દ્રીય નાણામંત્રીએ કરી. તેમજ રાજ્યોનાં નાણામંત્રીઓએ પણ તેમાં ભાગ લીધો.
