બજેટ 2023-24: કૃષિ ઋણનું લક્ષ્ય 20 લાખ કરોડ સુધી વધારવામાં આવશે
Live TV
-
પશુપાલન, ડેરી અને મત્સ્ય પાલનને પ્રોત્સાહન આપવા કૃષિ દેવાનું લક્ષ્ય વધારી 20 લાખ કરોડ રૂપિયા કરાશે. કૃષિ સાથે સંકળાયેલા સ્ટાર્ટ-અપને પ્રાથમિકતા અપાશે. કૃષિ ઉત્પાદોના વિકેન્દ્રીકૃત ભંડારણ માટે નવી યોજના લાવવામાં આવશે. એગ્રી સ્ટાર્ટઅપ્સ ખોલવા માટે કૃષિ વર્ધક નિધિ સ્થાપિત કરાશે.
ખેતી ક્ષેત્રે ડિજિટલ પબ્લિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું નિર્માણ થશે. કપાસના પાકની ઉત્પાદકતા વધારવા પર રહેશે જોર. પીપીપી હેઠળ કપાસના પાકની ઉત્પાદકતા વધારવામાં આવશે. આત્મનિર્ભર સ્વચ્છ પૌધ કાર્યક્રમોનો થશે શુભારંભ. દુનિયામાં શ્રી અન્નનું ભારત સૌથી મોટું ઉત્પાદક છે. મિલેટ માટે ભારતમાં શ્રી અન્ન વૈશ્વિક કેન્દ્ર બનશે. 20 લાખ કરોડ સુધી કૃષિ ઋણનું લક્ષ્ય વધારવામાં આવશે. સરકાર સહકારિતા આધારિત આર્થિક વિકાસ મોડલને પ્રોત્સાહન આપી રહી છે.
