Skip to main content
Settings Settings for Dark

નાણાં મંત્રી નિર્મલા સીતારામને રજૂ કર્યું કેન્દ્રીય બજેટ, ઈન્કમ ટેક્સમાં આપવામાં આવી રાહત

Live TV

X
  • આ બજેટ આવતા વર્ષની બ્લૂ પ્રિન્ટની સાથે અમૃત કાળનું પહેલું બજેટ છે

    દેશના નાણાં મંત્રી નિર્મલા સીતારામને લોકસભામાં પોતાનું પાંચમું અને દેશનું 75મું બજેટ વાંચવાનું શરૂ કર્યું હતું. તેમણે આ અમૃત કાળનું બજેટ હોવાનું જણાવ્યું હતું. તેમણે ગરીબોથી લઈને MSME, મહિલા, શિક્ષણ સહિત તમામ ક્ષેત્રો અંગે જાહેરાતો કરી હતી. સૌથી મોટી જાહેરાત ઈન્કમટેક્સને લઈને કરવામાં આવી છે. ટેક્સ સ્લેબમાં સાત લાખ સુધીની આવક પર હવે કોઈ ટેક્સ લાગશે નહીં. નવી ઈન્કમ ટેક્સ વ્યવસ્થા હેઠળ 0-3 લાખ સુધીમાં કોઈ ટેક્સ નહીં લાગે, 3 થી લાખ સુધી પર 5 ટકા, 6 થી 9 લાખ સુધીમાં 10 ટકા, 9 થી 12 લાખની આવક પર 15 ટકા, 12 થી 15 લાખ સુધીની આવક પર 20 ટકા અને 15 થી વધુની આવક પર 30 ટકા ટેક્સ લાગશે. ડાયરેક્ટ ટેક્સ રિટર્નની પ્રક્રિયાના સમયને 90 દિવસથી ઘટાડીને 16 દિવસ કરવામાં આવી છે. બધાનું એક સામાન્ય આઈટી ફોર્મ આવશે, જે આઈટી રિટર્નને સરળ બનાવશે. 

    કૃષિ ક્ષેત્રની વાત કરીએ તો દેશના ખેડૂતો માટે પણ ઘણી જાહેરાતો કરવામાં આવી છે. કૃષિ સંબંધિત સ્ટાર્ટ અપને પ્રાથમિકતા આપવાની સાથે યુવા ઉદ્યોગ સાહસિકો દ્વારા એગ્રી સ્ટાર્ટઅપને પ્રોત્સાહિત કરવા માટે એક એગ્રીકલ્ચર એક્સિલરેટર ફંડ બનાવવામાં આવશે. રમકડાં, સાઈકલ, ઓટોમોબાઈલ, ઈલેક્ટ્રીક વાહનો, સિલેક્ટેડ મોબાઈલ ફોન, કેમેરા લેન્સ સસ્તા થશે, તો વિદેશથી આવતી ચાંદીની વસ્તુઓ, કિચનની ચીમની અને સિગરેટ-તમાકુ સંબંધિત વસ્તુઓ મોંઘી થશે. મહિલાઓ માટે નાણાં મંત્રીએ અમૃત મહોત્સવ અંતર્ગત મહિલા સન્માન બચત પત્રની જાહેરાત કરવામાં આવી છે. નવી બચત યોજના પર 7.5 ટકા વ્યાજ આપવામાં આવશે. 

    પ્રધાનમંત્રી કૌશલ વિકાસ યોજના 4.0 શરૂ કરવામાં આવશે સાથે MSMEને બે લાખ કરોડ રૂપિયાની લોન આપવાની યોજના બનાવવામાં આવી છે. પ્રવાસન ક્ષેત્રે યુવાનોને રોજગારની તકો મળશે. 157 નવી નર્સિંગ કોલેજો સ્થાપવામાં આવશે. માછીમારો માટે ખાસ પેકેજની જાહેરાત કરવામાં આવી છે. બાળકો માટે રાષ્ટ્રીય સ્તરની ડિજીટલ લાઈબ્રેરી બનાવાશે, હવે શહેરોમાં હવે માણસો નહીં પરંતુ મશીનથી મેન હોલની સફાઈ કરવામાં આવશે. રેલવેની નવી યોજનાઓ માટે 75 હજાર કરોડના ફંડની જાહેરાત થઈ, રેલવે માટે 2.4 લાખ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે, પીએમ આવાસ યોજના માટે 79 હજાર કરોડનું ફંડ જાહેર કરવામાં આવ્યું છે. કારીગરો માટે પીએમ કર્મ કૌશલ સન્માન પેકેજની જાહેરાત કરવામાં આવી છે. આઈ કાર્ડ તરીકે પાન કાર્ડને માન્યતા આપવામાં આવી. દેશમાં નવા 50 એરપોર્ટ બનશે. વૈકલ્પિક ખાતર માટેની નવી યોજનાઓ અમલમાં આવશે. આરબીઆઈ એક્ટમાં બદલાવો કરવામાં આવશે. વડીલો માટે બચતની સીમા 15 લાખથી વધારીને 30 લાખ કરવામાં આવી છે, રાજકોષીય ખોટ GDPના 6.4 ટકા સુધી લાવવાનો લક્ષ્ય, 3 કરોડ સુધીની આવક ધરાવતા લઘુ ઉદ્યોગોને ટેક્સમાં રહાત આપવામાં આવી, નેશનલ એપ્રેન્ટિસશિપ પ્રમોશન સ્કીમ બનાવવામાં આવશે, જ્યારે ખેડૂતોને આધુનિક ખેતી તરફ વાળવા 10,000 બાયો ઇનપુટ રિસોર્સ સેન્ટર ખોલવામાં આવશે.    

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply