બરફવર્ષામાં ઠુંઠવાયું હિમાચલ પ્રદેશ, શિમલા અને મનાલીમાં લઘુતમ તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસ
Live TV
-
હિમવર્ષાને કારણે સમગ્ર હિમાચલ પ્રદેશ જામી ગયો છે. પહાડથી મેદાન સુધી ઠંડી કહેર વર્તાવી રહી છે. શિમલા સહિત રાજ્યના ચાર પહાડી જિલ્લાઓમાં લઘુતમ તાપમાનનો પારો માઈનસ ડિગ્રી પર પહોંચી ગયો છે. પ્રવાસી સ્થળો શિમલા અને મનાલીમાં સોમવારે લઘુત્તમ તાપમાન શૂન્ય ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. બંને શહેરો બરફની ચાદરથી ઢંકાઈ ગયા છે. રવિવારે મોડી રાત્રે પણ બરફ પડયો હતો. ઉચ્ચ શિખરો પર હજુ પણ બરફ પડી રહ્યો છે. રવિવારે રાત્રે, કલ્પામાં 25 સેમી, શિમલામાં 15, કુફરીમાં 14 અને મનાલીમાં 10 સેમી સુધી હિમવર્ષા થઈ હતી. હિમવર્ષાના કારણે સેંકડો રસ્તાઓ અને પાવર ટ્રાન્સફોર્મર બંધ છે.
સૌથી વધુ અસરગ્રસ્ત શિમલા
હિમવર્ષાના કારણે શિમલા જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે. નોર્થ શિમલાના ઘણા વિસ્તારો જિલ્લા મુખ્યાલયો સાથેનો સંપર્ક કપાઈ ગયો છે. હવામાન વિભાગે આગામી 24 કલાકમાં પહાડી વિસ્તારોમાં વધુ હિમવર્ષા થવાની આગાહી કરી છે. મેદાની વિસ્તારોમાં ગાઢ ધુમ્મસ છવાઈ જશે. સાથે જ હવામાન વિભાગે યલો એલર્ટ પણ જાહેર કર્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, સમગ્ર રાજ્યમાં કોલ્ડવેવના કારણે તાપમાનમાં ઘટાડો નોંધાયો છે.
કેલાંગમાં લઘુત્તમ તાપમાન માઈનસ 9 ડિગ્રી
લાહૌલ-સ્પીતિ જિલ્લાના મુખ્ય મથક કેલાંગમાં લઘુત્તમ તાપમાન માઈનસ 9 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું. તે રાજ્યમાં સૌથી નીચું તાપમાન નોંધાયું હતું. બીજા નંબરે શિમલાને અડીને આવેલ પર્યટન સ્થળ કુફરી હતું. અહીં લઘુત્તમ તાપમાન માઈનસ 3 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું.
સમ્રગ દેશભરમાં ઉત્તરથી ઉત્તર પૂર્વીય તરફના પવનો ફૂંકાતા ઉત્તર ભારતમાં હાડ થીજવતી ઠંડી પડવાની હવામાન વિભાગે આગાહી કરી છે ત્યારે બાળકો અને ગર્ભવતી મહિલાઓને વધુ સાવચેતી રાખવાની પણ અપીલ કરી છે. બિનજરુરી ઘરની બહાર ન નીકળવા માટે પણ સૂચન કર્યું છે.
