બિહાર,ઉત્તરાખંડ,હરિયાણામાં ભારે વરસાદની આગાહી, બિહારની અનેક નદીઓમાં ઘોડાપૂર
Live TV
-
હવામાન વિભાગે પૂર્વોત્તરના રાજ્યોમાં સિક્કિમ,. મિઝોરમ., નાગાલેન્ડ.,માં આગામી 3 દિવસમાં ભારે વરસાદની પણ આગાહી વ્યક્ત કરી છે.
દેશના અનેક રાજ્યોમાં પુરપ્રકોપની સ્થિતિ જોવા મળી રહી છે.. ખાસ કરીને ઉત્તર-પૂર્વ રાજ્યોમાં ભારે વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાય છે.. બિહારમાં અનેક મોટી નદીઓ તેની ભયજનક સપાટીએ વહી રહી છે.. હવામાન વિભાગે બિહાર ઉપરાંત ઉત્તરાખંડ, ઉત્તરપંજાબ., હરિયાણા., પૂર્વ ઉત્તરપ્રદેશમાં આગામી બે દિવસ માટે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે.. આ ઉપરાંત હવામાન વિભાગે પૂર્વોત્તરના રાજ્યોમાં સિક્કિમ,. મિઝોરમ., નાગાલેન્ડ.,માં આગામી 3 દિવસમાં ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે... અરૂણાચલ પ્રદેશમાં છેલ્લાં કેટલાંક દિવસથી વરસી રહેલા વરસાદને પગલે પ્રદેશની નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે.. તો ભૂસ્ખ્લનના કારણે અનેક માર્ગો અવરોધાયા છે..જેના કારણે જનજીવનને અસર પડી છે.. તો ઈટાનગરમાં પણ વરસાદના કારણે જળબંબાકારની સ્થિતિ જોવા મળી રહી છે કેટલાંક રસ્તાઓ પર પણ પાણી ફરી વળતા અને રસ્તાનું ધોવાણ થતાં જનજીવન ખોરવાયું છે.. વાત કરીએ આસામની તો, આસામમાં સતત થઈ રહેલાં ભારે વરસાદના પગલે રૂપોહી, પહુમારા નદીનું જળસ્તર વધતા બારાપેટા જિલ્લાના અનેક ગામોમાં પુરની સ્થિતિ સર્જાય છે.. આસામના પુરગ્રસ્ત જિલ્લાઓમાં NDRFની ટીમ સહિત રાહત-બચાવની કામગીરી પુરજોશમાં કરવામાં આવી રહી છે..
