રાજસ્થાનની બોર્ડર ફરી એકવાર સીલ
Live TV
-
કોરોનાના કહેરને કારણે , રાજસ્થાનની સરહદી બોર્ડર , ફરી એકવાર સીલ કરી દેવામાં આવી છે. જેને કારણે રાજસ્થાન જતા વાહન ચાલકો , ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે...ગુજરાત રાજ્યને અડીને આવેલી રાજસ્થાનની સરહદો આજ સવારથી બંધ કરી દેવાનો આદેશ મળતા ગુજરાતથી રાજસ્થાન જતા અનેક વાહન ચાલકો અટવાયા હતા... તમામ વાહન ચાલકોને ગુજરાત તરફ પાછા વાળવામાં આવ્યા હતા. જો કે રાજ્યમાં જીવન જરૂરિયાત સામગ્રી સહિતના મોટા માલવાહકો અને પાસ પરમિશનવાળા વાહનોને અવરજવર માટે છૂટછાટ આપવામાં આવી છે
