દેશમાં કોરોનાથી રિકવરી વધીને 63 ટકા પર પહોંચ્યો
Live TV
-
ડ્રગ કન્ટ્રોલર જનરલ ઓફ ઈન્ડિયાએ , કોવિડ-19ના દર્દીઓ માટે , Itolizumab દવાને , ઈમરજન્સીની સ્થિતિમાં ઉપયોગ કરવા માટે , મંજુરી આપી દીધી છે. સારી વાત એ છે કે, દેશમાં કોવિડ-19થી સ્વસ્થ થતાં લોકોની સંખ્યા, સતત વધી રહી છે. દેશમાં કોરોનાથી સંક્રમણનો રિકવરી રેટ વધીને , 63 ટકા થઇ ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર , અત્યાર સુધીમાં દેશમાં 5 લાખ 15 હજાર 385 લોકો , કોરોનાથી મુક્ત થઈ ચુક્યાં છે. જ્યારે હાલમાં 2 લાખ 92 હજાર 258 સક્રીય સંક્રમિત કેસ છે. જ્યારે 22 હજાર 674 લોકોએ , આ મહામારીના કારણે જીવ ગુમાવ્યો છે. તો અત્યાર સુધીમાં 1 કરોડ 15 લાખથી વધુ , કોરોના સેમ્પલની તપાસ કરવામાં આવી ચુકી છે. બોલિવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચન , અને તેમના પુત્ર અભિષેક બચ્ચન પણ , કોરોના સંક્રમિત થયાં છે. શનિવારે તેમનો રિપોર્ટ કોરોના પોઝિટીવ મળ્યા બાદ, તેમને મુંબઈની નાણાવટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં છે. મહાનાયક અમિતાભ બચ્ચને ખુદ, આ અંગે ટ્વિટ સંદેશ દ્વારા માહિતી આપી હતી. તો અભિષેક બચ્ચને પણ ટ્વિટ સંદેશ દ્વારા, તેમના પ્રશંસકોને જણાવ્યું હતું , કે, તેમને કોરોનાનાં હળવા લક્ષ્ણ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી હર્ષવર્ધને , ટ્વિટ સંદેશ દ્વારા અમિતાભ બચ્ચન જલ્દી સ્વસ્થ થાય , તેવી કામના કરી છે. તો કેન્દ્રીય મંત્રી પ્રકાશ જાવડેકરે પણ , અમિતાભ બચ્ચ અને અભિષેક બચ્ચનની સલામતી માટે , કામના કરતો ટ્વિટ સંદેશ પાઠવ્યો છે
