રાજસ્થાનમાં કોંગ્રેસની સરકાર મુશ્કેલીમાં, પાયલટના સંપક્રમાં 30 MLA !
Live TV
-
આંતરીક વિખવાદના પગલે મધ્યપ્રદેશમાં સત્તા ગુમાવનારી કોંગ્રેસ પાર્ટીમાં ફરી એકવાર આંતરીક વિવાદ સપાટી પર આવ્યો છે. રાજસ્થાનમાં નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે વિરોધના સૂર દર્શાવ્યા છે. નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ કેટલાંક ધારાસભ્યો સાથે દિલ્હી પહોંચ્યા હતા.
આંતરીક વિખવાદના પગલે મધ્યપ્રદેશમાં સત્તા ગુમાવનારી કોંગ્રેસ પાર્ટીમાં ફરી એકવાર આંતરીક વિવાદ સપાટી પર આવ્યો છે. રાજસ્થાનમાં નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટે વિરોધના સૂર દર્શાવ્યા છે. નાયબ મુખ્યમંત્રી સચિન પાયલટ કેટલાંક ધારાસભ્યો સાથે દિલ્હી પહોંચ્યા હતા. જોકે, દિલ્હીમાં તેમની સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સાથે મુલાકાત થઈ શકી ન હતી. સચિન પાયલટે એક નિવેદનમાં જણાવ્યું હતું , કે તેમની પાસે 30 જેટલાં ધારાસભ્યોનું સમર્થન છે. પાયલટે એ પણ કહ્યું હતું , કે ગેહલોત સરકાર લઘુમતિમાં આવી ગઈ છે. બીજી તરફ રાજસ્થાનમાં કોંગ્રેસના ધારાસભ્યોની બેઠક બોલાવાઈ છે. સુત્રો દ્વારા મળતી માહિતી અનુસાર આ બેઠકમાં સચિન પાયલટ અને તેમના સમર્થક ધારાસભ્યો ભાગ નહીં લે. મહત્વપૂર્ણ છે કે સચિન પાયલટ , રાજસ્થાનના કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પણ છે અને નાયબ મુખ્યમંત્રી પણ છે. એવામાં સચિન પાયલટનું આ પ્રકારનું નિવેદન સ્પષ્ટ સંકેત આપી રહ્યું છે, કે તેમણે પોતાનો રસ્તો અલગ કરી લેવાનો નિર્ણય કરી લીધો છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે કોંગ્રેસના ધારાભ્યોને ખરીદવાનો ભાજપ પર આરોપ લગાવ્યો છે. જ્યારે ભાજપે અશોક ગેહલોતોના આ દાવાને નકારી કાઢ્યો છે અને આ ઝઘડાને કોંગ્રેસનો આંતરીક મામલો ગણાવ્યો છે.
