Skip to main content
Settings Settings for Dark

ઉત્તર પૂર્વી ભારતમાં આગામી 5 દિવસ ભારે વરસાદની આગાહી

Live TV

X
  • આસામના અનેક જિલ્લાઓમાં સતત પડી રહેલા વરસાદના કારણે પુરની પરિસ્થિતી ચિંતાજનક બની ગઈ છે. રાજ્યના 33 માંથી 24 જિલ્લામાં બ્રહ્મપુત્ર અને અન્ય નદીઓનું જળ સ્તર ભયજનક સપાટીએ પહોંચ્યું છે.

    આસામના અનેક જિલ્લાઓમાં સતત પડી રહેલા વરસાદના કારણે પુરની પરિસ્થિતી ચિંતાજનક બની ગઈ છે. રાજ્યના 33 માંથી 24 જિલ્લામાં બ્રહ્મપુત્ર અને અન્ય નદીઓનું જળ સ્તર ભયજનક સપાટીએ પહોંચ્યું છે. છેલ્લાં 24 કલાકમાં વધુ બે લોકોના પુરપ્રકોપના કારણે મોત થતાં રાજ્યમાં અત્યાર સુધીમાં 44 લોકોએ જીવ ગુમાવ્યો છે. રાજ્ય સરકારના જણાવ્યા અનુસાર આ જળ પ્રલયના કારણે રાજ્યના 24 જિલ્લામાં કુલ 12 લાખ 9 હજારથી વધુ લોકો અસરગ્રસ્ત બન્યા છે. પુર પ્રકોપની સૌથી વધુ અસર ભોગવી રહેલા બારપેટા જિલ્લામાં સૌથી વધુ નુકસાન થયું છે. રાજ્યના કુલ 2 હજાર 15 ગામ જળ મગ્ન છે. તો છેલ્લાં 24 કલાકમાં NDRF અને SDRF દ્વારા વ્યાપક પ્રમાણમાં ચલાવેલા રાહત અને બચાવ કાર્ય દરમિયાન પુરમાં ફસાયેલા 2 હજારથી વધુ લોકોને સુરક્ષીત બચાવી લેવામાં આવ્યાં છે. રાજ્યમાં 224 રાહત શિબિર કેન્દ્રો કાર્યરત કરાયા છે, જ્યાં 21 હજારથી વધુ લોકો આશ્રય લઈ રહ્યાં છે. મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલે ગઈકાલે પુરની સ્થિતિની સમીક્ષા કરી હતી અને તમામ સાંસદો અને ધારાસભ્યોને પુર અસરગ્રસ્ત લોકોની મદદ કરવા અને રાહત-બચાવ કાર્યમાં સહભાગી થવાની અપીલ કરી હતી. આ તરફ બિહારમાં પણ આસામ જેવી જ સ્થિતિ નિર્માણ પામી છે. નેપાળના તરાઈ ક્ષેત્રમાં વરસાદ બાદ બિહારની ગંડક નદીમાં વધેલા જળ સ્તરના કારણે અનેક ગામોમાં પુરના પાણી ફરી વળ્યા છે, જેના કારણે જનજીવનને માઠી અસર પડી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply