દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાઇરસના 28,701 નવા કેસ નોંધાયા, રિક્વરી રેટ 63.01 ટકા પર
Live TV
-
દેશમાં કોવિડ-19થી સ્વસ્થ થતાં લોકોની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં કોરોનાથી સંક્રમણનો રિકવરી રેટ વધીને 63.01 ટકા થઇ ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર અત્યાર સુધીમાં દેશમાં 5 લાખ 53 હજાર 470 લોકો કોરોનાથી મુક્ત થઈ ચુક્યાં છે.
દેશમાં કોવિડ-19થી સ્વસ્થ થતાં લોકોની સંખ્યા સતત વધી રહી છે. દેશમાં કોરોનાથી સંક્રમણનો રિકવરી રેટ વધીને 63.01 ટકા થઇ ગયો છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર અત્યાર સુધીમાં દેશમાં 5 લાખ 53 હજાર 470 લોકો કોરોનાથી મુક્ત થઈ ચુક્યાં છે. જ્યારે હાલમાં 3 લાખથી વધુ સક્રિય કેસ છે. જ્યારે 23 હજાર 174 લોકોએ આ મહામારીના કારણે જીવ ગુમાવ્યો છે. દિલ્હીમાં કોરોનાથી સંક્રમણનો રિકવરી રેટ વધીને 80 ટકા થઈ ગયો છે. બીજી તરફ કોરોના સંક્રમણને કાબુમાં લેવા માટે અનેક રાજ્યોએ ફરીથી લોકડાઉનનો નિર્ણય કર્યો છે. ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથ સરકારે દર સપ્તાહના અંતનાં બે દિવસ એટલે કે, શનિ અને રવિવારે લોકડાઉન પાળવાનો નિર્ણય લીધો છે. આ તરફ મહારાષ્ટ્રના અનેક જિલ્લામાં , લોકડાઉનને લંબાવવાનો નિર્ણય લેવાયો છે. જે અંતર્ગત થાણેમાં 19 જૂલાઈ સુધી લોકડાઉન લંબાવી દેવામાં આવ્યું છે. પૂણે અને આસપાસના ગામમાં 10 દિવસ સુધી લોકડાઉન લગાવાયું છે. વાત કરીએ બિહારની તો, રાજ્યના ત્રણ જિલ્લા- ગયા, સહરસા, અરરિયામાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે. અરરિયામાં 8 દિવસ જ્યારે સહરસામાં 5 દિવસ લોકડાઉન લાગુ કરાયુ છે. આ તરફ મધ્યપ્રદેશમાં દર રવિવારે પૂર્ણ બંધી લાગુ રહેશે. જો કે, જીવન જરૂરી સેવાઓ , અને ચીજવસ્તુઓની દુકાનો ખુલ્લી રાખી શકાશે.
➡️દેશમાં 24 કલાકમાં કોરોનાના 28, 701 કેસ
➡️24 કલાકમાં 500ના મોત, 18, 850 દર્દી સાજા થયા
➡️દેશમાં કોરોનાના કુલ 8, 78, 254 કેસ
➡️હાલ કોરોનાના 3, 01, 609 એક્ટિવ કેસ
➡️અત્યાર સુધી 5, 53, 471 દર્દી સ્વસ્થ
➡️દેશમાં કોરોનાથી કુલ 23, 174 દર્દીના મોત
➡️12 જુલાઈ સુધી દેશમાં કુલ 1, 18, 06, 256 કોરોના ટેસ્ટ
➡️12 જુલાઈએ દેશમાં કોરોનાના 2, 19, 103 ટેસ્ટ
