બિહારમાં ઝેરી દારૂ પીવાથી થયેલા મૃત્યુ બાબતે રાષ્ટ્રીય માનવ અધિકાર પંચ તપાસ ટીમ મોકલશે
Live TV
-
રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે અવલોકન કર્યું છે કે, મોટાભાગના પીડિતો ગરીબ પરિવારોના છે.
બિહારમાં ઝેરી દારૂ પીવાથી થયેલા મૃત્યુની સંખ્યામાં થઈ રહેલા વધારાને ધ્યાનમાં રાખીને રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે સ્થળ પર તપાસ માટે તેની ટીમ મોકલવાનો નિર્ણય કર્યો છે. રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે અવલોકન કર્યું છે કે, મોટાભાગના પીડિતો ગરીબ પરિવારોના છે અને ખાનગી હોસ્પિટલોમાં મોંઘી સારવાર પોસાય તેમ નથી. જેથી તે જાણવા માંગે છે કે, આ દુર્ઘટનાના પીડિતોને ક્યાં અને કેવા પ્રકારની તબીબી સહાય પૂરી પાડવામાં આવી રહી છે. એક નિવેદનમાં રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે જણાવ્યું હતું કે, તેમની ટીમ રાજ્ય સરકાર દ્વારા હાથ ધરવામાં આવેલા રાહત અને પુનર્વસન કાર્ય વિશે પણ જાણવા માંગશે. કમિશન રાજ્યમાં વિવિધ સ્થળોએ છૂપી રીતે બનાવવામાં આવતા ઝેરી દારૂના સ્થળોને નાબૂદ કરવા માટે સૂચિત પગલાંની પણ સમીક્ષા કરશે. અગાઉ, કમિશને બિહારના મુખ્ય સચિવ અને પોલીસ મહાનિર્દેશક પાસેથી ઘટના અંગે વિગતવાર અહેવાલ માંગ્યો હતો.
