બિહાર અને ઉત્તરપ્રદેશમાં વરસાદને કારણે અલગ અલગ ઘટનાઓમાં 20 લોકોના મોત, કેરળમાં ભારે વરસાદની આગાહી
Live TV
-
મૃતકોના પરિવારને ચાર લાખ રૂપિયાની રકમ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
બિહાર
બિહારમાં વીજળી પડવાને કારણે અને વરસાદ સંબંધિત ઘટનાઓમાં 12 લોકોના મૃત્યુ થયા છે. બક્સર અને બાંકા જિલ્લામાં ચાર લોકોના મૃત્યુ થયા છે. કટિહાર, કૈમૂર, ભાગલપુર, રોહતાસ, જહાનાબાદ જુમુઈ અને ઔરંગાબાદ જિલ્લામાં એક-એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. વરસાદમાં ખેતરોમાં કામ કરી રહ્યા હતા, તે સમયે આ દુર્ઘટના થઈ ગતી. મુંગેરમાં ભારે વરસાદને કારણે દીવાલ ધસી પડવાથી એક વ્યક્તિનું મૃત્યું છે અને બે લોકો ઘાયલ થયા છે. મૃતકોના પરિવારને ચાર લાખ રૂપિયાની રકમ આપવાની જાહેરાત કરવામાં આવી છે.
ઉત્તરપ્રદેશ
ઉત્તરપ્રદેશના આઝમગઢ જિલ્લામાં કાલે વીજળી પડવાને કારણે 6 લોકોના મૃત્યુ થયા છે અને એક બાળક ઘાયલ થયું છે. જિલ્લા તંત્રએ જણાવ્યું છે કે, મેહનગર સ્ટેશન અંતર્ગત બરવા સાગરમાં વીજળી પડવાથી પાંચ લોકોના મૃત્યુ થયા છે. અન્ય એક ઘટનામાં જિલ્લાના મહારાજગંજ ક્ષેત્રમાં એક વ્યક્તિનું મૃત્યુ થયું છે. મૃતકોના પરિવારને ચાર લાખ રૂપિયાની રકમ આપવાની જાહેરાત કરવામાં આવી છે તથા ઘાયલોને યોગ્ય સારવાર આપવા માટેના આદેશ આપવામાં આવ્યા છે.
કેરળ
કેરળમાં સૌથી વધુ વરસાદ થઈ રહ્યો છે. ઈડ્ડુક્રી જિલ્લા માટે રેડ એલર્ટ તથા અન્ય 11 જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અનેક સ્થળો પર વીજ પુરવઠો ઠપ્પ થઈ ગયો છે. તમામ જિલ્લાઓમાં નિયંત્રણ કક્ષ અને રાહત શિબિર શરૂ કરવામાં આવે છે. અનેક પરિવીરોને પથનમથિટ્ટા, કોટ્ટાયમ અને અલાપ્પુઝા જિલ્લામાં રાહત શિબિરમાં મોકલવામાં આવ્યા છે. કન્નૂર, કાસરગોડ, કોઝિકોડ અને પલક્કાડ જિલ્લાના તમામ શૈક્ષણિક સંસ્થાનોમાં આડે રજા જાહેર કરવામાં આવી છે. આગામી બે દિવસ ભારે વરસાદ થવાની સંભાવના છે.
