Skip to main content
Settings Settings for Dark

સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સંરક્ષણ મંત્રાલયના એક દિવસીય ચિંતન શિબિરની અધ્યક્ષતા કરશે

Live TV

X
  • વિચાર-વિમર્શની ભલામણોને અમલમાં મૂકવાની રીતોની ચર્ચા કરશે.

    સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ આજે નવી દિલ્હીમાં સંરક્ષણ મંત્રાલયના એક દિવસીય ચિંતન શિબિરની અધ્યક્ષતા કરશે. સંરક્ષણ મંત્રી મંથન સત્રોના તારણોની સમીક્ષા કરશે અને આ વિચાર-વિમર્શની ભલામણોને અમલમાં મૂકવાની રીતોની ચર્ચા કરશે. સંરક્ષણ રાજ્ય મંત્રી અજય ભટ્ટ, સંરક્ષણ વડા લેફ્ટનન્ટ જનરલ અનિલ ચૌહાણ, આર્મી ચીફ જનરલ મનોજ પાંડે, સંરક્ષણ સચિવ ગિરધર અરમાને અને સંરક્ષણ મંત્રાલય અને ત્રણેય સેનાઓના વરિષ્ઠ અધિકારીઓ પણ બેઠકમાં ભાગ લેશે. મહત્વનું છે કે, ગત મહિને સંરક્ષણ વિભાગ, સંરક્ષણ ઉત્પાદન વિભાગ, સૈન્યકાર્ય વિભાગ, DSW અને DRDO એ અલગ અલગ વિચાર મંથન સત્રનું આયોજન કર્યુ હતું. જેમાં ઉત્પાદકતા વધારવા પર ચર્ચા કરવામાં આવી હતી. 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply