Skip to main content
Settings Settings for Dark

બેંગલુરુ: પીએલઆઇ યોજના પર ડિઝિટલ ઇન્ડિયા સંવાદ સત્રનું આયોજન

Live TV

X
  • કેન્દ્રિય કૌશલ્ય વિકાસ રાજયમંત્રી રાજીવ ચંદ્રશેખર સંબોધન કરશે.

    બેંગલુરુમાં પીએલઆઇ યોજના પર ડિઝિટલ ઇન્ડિયા સંવાદ સત્રનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં કેન્દ્રિય કૌશલ્ય વિકાસ રાજયમંત્રી રાજીવ ચંદ્રશેખર સંબોધન કરશે. આ સત્રમાં ઉદ્યોગસંઘોના પ્રતિનિધિ સહિત ટેકનોલોજી ઇકો સિસ્ટમના હિત ધારકો સામેલ થશે. બેઠકમાં અદ્યતન પ્રોસેસર અને બૌદ્ધિક સંપત્તિ અને એમ્બેડેડ સિસ્ટમના વિકાસને પ્રોત્સાહિત કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે. નાણાકીય પ્રોત્સાહનોની જોગવાઈ દ્વારા સરકાર IT, હાર્ડવેરને પ્રોત્સાહન આપવા માંગે છે. આ યોજનામાં લેપટોપ, ટેબલેટ, ઓલઇન વન પીસી સર્વર જેવા ડિવાઇસનો સમાવેશ થાય છે.  આમ કરવા પાછળ સરકારનો ઉદ્દેશ્ય છે કે, ભારતના ઘરેલુ આઇટી હાર્ડવેર ઉત્પાદન ઇકો સિસ્ટમને પ્રેરિત કરવાનો છે. આ યોજના આઇ.ટી. ઉત્પાદન ક્ષેત્રમાં બે હજાર 430 કરોડ રૂપિયાનું મૂડી રોકાણ આકર્ષીને સીધા રોજગારની નવી 75 હજાર તકો ઉભી કરવાની નેમ ધરાવે છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply