Skip to main content
Settings Settings for Dark

બીજેપી રાષ્ટ્રીય કારોબારી બેઠકના બીજા દિવસે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપના કાર્યકારોને કરશે સંબોધિત

Live TV

X
  • આગામી વિધાનસભાની ચૂંટણીઓ તેમજ 2024માં આવનારી લોકસભાની ચૂંટણી માટે આ બેઠક મહત્વની

    નવી દિલ્હી ખાતે આયોજિત ભાજપની કાર્યકારિણી બેઠકનો આજે બીજો દિવસ છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બેઠકને સંબોધન કરશે. આજના દિવસે બધાનું ધ્યાન પ્રધાનમંત્રીના સંબોધન અને પક્ષના રાજકીય પ્રસ્તાવો પર રહેશે.આ વર્ષમાં આવનારી વિધાનસભાની ચૂંટણીઓ તેમજ 2024માં આવનારી લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં લેતા આ કાર્યકારિણી બેઠક મહત્વની છે. આ બેઠકનું કેન્દ્રબિંદુ પાર્ટીના કાર્યકરોને પ્રધાનમંત્રીનું સંબોધન રહેશે. પોતાના ભાષણ દરમિયાન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સંગઠનને મજબુત કરવાની દિશામાં કામ કરવાની સાથે સ્થાનિક સ્તરે લોકો સાથે સંમ્પર્ક જાળવી રાખવા માર્ગદર્શન આપી શકે છે. ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણી બેઠકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા, ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રીઓ, તેમજ કેન્દ્રીય મંત્રીઓ સહિત 350 જેટલા નેતાઓ ભાગ લઇ રહ્યાં છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 16-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 17-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 18-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
apply