દેશમાં આજથી 'આઇકોનિક ઇવેન્ટ સપ્તાહ'ની થશે શરૂઆત
Live TV
-
આઝાદીના 75 વર્ષ અને નેતાજી સુભાષચંદ્ર બોઝની જયંતિ પર ગૃહ મંત્રાલય તરફથી 23 જાન્યુઆરી સુધી યોજાશે વિવિધ કાર્યક્રમ
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના માર્ગદર્શનમાં ગૃહમંત્રાલય આજથી આઇકોનિક ઇવેન્ટ સપ્તાહ ઉજવી રહ્યું છે. ભારતની સ્વતંત્રતાના 75 વર્ષ પૂર્ણ થવાના ઉપલક્ષમાં અને નેતાજી સુભાષચંદ્ર બોઝની 126મી જયંતીની અંતર્ગત આઇકોનિક ઇવેન્ટ સપ્તાહની ઉજવણી થઇ રહી છે. આઇકોનિક ઇવેન્ટ સપ્તાહ દરમિયાન મણીપુર, નાગાલેન્ડ, ગુજરાત, ઓરિસ્સા, પશ્રિમ બંગાળ, અંદામાન અને નિકોબાર દ્વિપ સમુહમાં નેતાજીનું જીવન અને સ્વતંત્રતા સંગ્રામમાં તેમના યોગદાનથી જોડાયેલ સ્થળોએ અનેક કાર્યક્રમો યોજવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આઝાદીની અમૃત મહોત્સવ અને પ્રગતિશીલ ભારતના 75 વર્ષ પૂર્ણ થવા પર તેમજ દેશવાસીઓ, સંસ્કૃતિ અને ઉપલબ્ધિના ગૌરવશાળી ઇતિહાસને યાદ કરીને તેની પર ગૌરવ વ્યક્ત કરવા ભારત સરકારે આ પહેલ કરી છે. 23 જાન્યુઆરીએ પોર્ટ બ્લેરમાં એક ભવ્ય કાર્યક્રમમાં સમાપન સમારોહ યોજાશે.જેમા ગૃહમંત્રી અમિતશાહ મુખ્ય અતિથી તરીકે ઉપસ્થિત રહેશે.પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 75માં સ્વતંત્રતા દિવસના અવસરે પોતાના ભાષણમાં દેશવાસીઓને આપણી વિરાસત પર ગર્વ કરવાનું આહવાન કર્યું હતું.
