Skip to main content
Settings Settings for Dark

ઉત્તર ભારતમાં કાતીલ ઠંડીને પગલે હવામાન વિભાગે 20 જાન્યુઆરી સુધી જાહેર કર્યું યલો એલર્ટ

Live TV

X
  • ભારે ધુમ્મસને કારણે રેલવે, વિમાન અને માર્ગ વાહન વ્યવહાર થયો પ્રભાવિત

    ઉત્તર ભારતમાં 19 જાન્યુઆરી સુધી ઠંડીમાં કોઇ રાહત મળવાની નથી. વિવિધ રાજ્યોમાં હવામાન વિભાગે એલર્ટ જાહેર કર્યું છે. દિલ્હી-એનસીઆર સહિત ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીના પગલે જનજીવનને અસર પહોચી છે. દિલ્હીમાં બરફવાળા પ્રદેશથી આવતી કાતિલ ઠંડીએ મેદાની વિસ્તારમાં લોકોને ધ્રુજાવી રહી છે. આજથી દિલ્હી અને આસપાસના રાજ્યોમાં હલકા વાદળો છવાઇ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગે 20 જાન્યુઆરી સુધી યેલો એલર્ટની ચેતવણી જાહેર કરી છે. ભારે ધુમ્મસને કારણે રેલવે, વિમાન અને માર્ગ વાહન વ્યવહાર પ્રભાવીત થયો છે. ધુમ્મસને પગલે ઉત્તર રેલવે ક્ષેત્રમાં 13 ટ્રેનો મોડીચાલી રહી છે. દિલ્હી, હરિયાણા, પંજાબ સહિતના વિસ્તારોમાં ભારે ઠંડીના પગલે સ્કુલોમાં વેકેશન લંબાવવામાં આવ્યું છે. દિલ્હીના સફદરજંગમાં લધુત્તમ તાપમાન 1.4 ડીગ્રી સેલ્શીયસ નોંધાયું છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 19-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 20-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 21-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 22-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 23-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
apply