ભાજપના દિગ્ગજ નેતા અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજનો પ્રચાર કાર્યક્રમનો ઉત્તર પ્રદેશથી શુભારંભ કરશે
Live TV
-
સાંજે 6 વાગ્યે પશ્ચિમ દિલ્હીના દ્વારકામાં તેમની જાહેરસભા યોજાશે
ભારતીય જનતા પાર્ટી (BJP) ના દિગ્ગજ નેતા અને સૌથી મોટા સ્ટાર પ્રચારક વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં પ્રચાર કરશે. તેઓ ઉત્તર પ્રદેશમાં એક જનસભાને સંબોધીને આજના અભિયાનનો શુભારંભ કરશે. ભાજપે તેના X હેન્ડલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો આજનો ચૂંટણી કાર્યક્રમ શેર કર્યો છે.
વડાપ્રધાન મોદી આ વખતે લોકસભા ચૂંટણી 2024 માં 400 નો આંકડો પાર કરવાના સંકલ્પને પૂરો કરવા માટે દેશમાં જોરશોરથી પ્રચાર કરીને મતદારોના આશીર્વાદ લઈ રહ્યા છે. બીજેપીના એક્સ હેન્ડલ મુજબ, વડાપ્રધાન મોદી ઉત્તર પ્રદેશના બસ્તીમાં એક જાહેર સભાને સંબોધિત કર્યા પછી આજે સવારે 12.30 વાગ્યે સૌથી પહેલા શ્રાવસ્તી પહોંચશે. અહીં બપોરે 2:30 કલાકે તેમની જાહેરસભા યોજાવાની છે. અહીંથી તેઓ સીધા રાષ્ટ્રીય રાજધાની દિલ્હી પહોંચશે. અહીં સાંજે 6 વાગ્યે પશ્ચિમ દિલ્હીના દ્વારકામાં તેમની જાહેરસભા યોજાશે.
