ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી. નડ્ડા પશ્ચિમ બંગાળના પ્રવાસે
Live TV
-
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા પશ્ચિમબંગાળના પ્રવાસે છે. બુધવારે સાંજે કલકત્તા ખાતે કાર્યકર્તાઓએ તેમનું સ્વાગત કર્યું હતું. અહીં જેપી નડ્ડાનો આજે નાદિયા જિલ્લામાં જાહેર સભાને સંબોધવાનો કાર્યક્રમ છે. તેઓ સૌપ્રથમ સવારે મયપુરના ઈસ્કોન મંદિરમાં પ્રાર્થના કરશે, ત્યારબાદ લગભગ 12.30 વાગ્યે જાહેર સભા કરશે. આ પ્રવાસમાં તેઓ ભાજપના અનેક સંગઠનોના નેતાઓને પણ મળશે
ભાજપના અધ્યક્ષ પદની મુદત દોઢ વર્ષ લંબાવવામાં આવ્યા બાદ રાજ્યની આ તેમની પ્રથમ મુલાકાત છે. 16 અને 17 જાન્યુઆરીના રોજ રાજધાનીમાં યોજાયેલી ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ તરીકે જેપી નડ્ડાના કાર્યકાળને જૂન 2024 સુધી લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, જેની જાહેરાત કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહે કરી હતી
