ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી આજે ઓડિશા અને ઝારખંડમાં સંબોધશે ચૂંટણી સભા
Live TV
-
ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદી આજે ઓડિશા અને ઝારખંડમાં સંબોધશે ચૂંટણી સભા
લોકસભાની ચૂંટણીને લઇને પ્રચાર પ્રસાર તેજ બન્યો છે. ત્યારે ભાજપના સ્ટાર પ્રચારક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ઓરિસ્સા અને ઝારખંડમાં ચૂંટણી જનસભા સંબોધશે. પ્રધાનમંત્રી સૌ પ્રથમ ઓરિસ્સાના કંધમાલમાં જનસભા સંબોધી હતી. પ્રધાનમંત્રીએ કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું કે 4 જૂને કોંગ્રેસ આ દેશમાં માન્ય વિપક્ષ પણ નહી બને. તેઓ 50થી પણ ઓછી બેઠકો મેળવશે. કંધમાલમાં સભા સંબોધ્યા બાદ હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બોલાંગીર અને બપોરે 2 વાગે બારગઢ બેઠક પર ચૂંટણી સભા સંબોધશે. જ્યારે ઝારખંડની ચતારા બેઠક પર ભાજપ ઉમેદવાર કાલિચરણસિંહના સમર્થનમાં સાંજે 5 વાગે જનસભા સંબોધશે.
