Skip to main content
Settings Settings for Dark

ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદીએ ઓડિશાના કટક અને ઢેંકનાલમાં ગજવી સભા

Live TV

X
  • ભારતીય જનતા પાર્ટીના ટોચના નેતા અને સ્ટાર પ્રચારક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના ઢેંકનાલમાં એક જાહેર સભાને સંબોધિત કરી હતી. સભા સંબોધતા તેમણે કહ્યું કે, તમે અહીં ભાજપની સરકાર બનાવો, ભાજપ ઓડિશાના પુત્ર કે પુત્રીને અહીંના મુખ્યમંત્રી બનાવશે. પીએમ મોદીએ કહ્યું, “10 જૂને ઓડિશામાં ડબલ એન્જિન સરકારનો શપથ ગ્રહણ કાર્યક્રમ થશે. આ બીજેડી સરકારમાંથી બહાર નીકળવું નિશ્ચિત છે. 21મી સદીના ઓડિશાને વિકાસની ગતિની જરૂર છે. તે બીજેડી સરકાર કોઈપણ સંજોગોમાં આપી શકે નહીં. તમે આ સદીના સમગ્ર ભાગમાં બીજદને તક આપી છે. હવે સમય આવી ગયો છે કે, તમે બીજેડીની ઢીલી નીતિઓ, ઢીલા કામ અને ધીમી ગતિ છોડીને ભાજપની ઝડપી સરકાર પસંદ કરો." નોંધનીય છે કે આ પહેલા સવારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઓડિશાના પુરીમાં રોડ શો કર્યો હતો, રોડ શોમાં ભારે ભીડ જોવા મળી હતી.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
apply