Skip to main content
Settings Settings for Dark

ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી આજે હિમાચલ અને પંજાબમાં ચૂંટણી પ્રચાર કરશે

Live TV

X
  • લોકસભાની ચૂંટણીમાં હવે અંતિમ તબક્કાના મતદાન માટે પ્રચાર કરવામાં આવી રહ્યો છે.

    લોકસભાની ચૂંટણીમાં હવે અંતિમ તબક્કાના મતદાન માટે પ્રચાર કરવામાં આવી રહ્યો છે. આ અંતિમ તબક્કા માટે દરેક દળના નેતાઓ એડી-ચોટીનું જોર લગાવી રહ્યા છે. ભાજપના સ્ટાર પ્રચારક નરેન્દ્ર મોદી આજે હિમાચલ અને પંજાબમાં ચૂંટણી પ્રચાર કરશે. પ્રથમ સભા શિમલામાં સવારે 11 કલાકની આસપાસ કરશે. શિમલા સંસદીય ક્ષેત્રથી સુરેશ દશરથ માટે અને ત્યાર બાદ મંડીમાં કંગના રનૌતના સમર્થનમાં જનસભા કરશે. 

    હિમાચલ પ્રદેશ બાદ તેઓ પંજાબ જશે. જ્યાં તેમની પ્રથમ સભા ગુરદાસપુરમાં યોજાશે. ત્યાર બાદ જલંધરમાં ભાજપના ઉમેદવાર સુશીલ કુમારના સમર્થનમાં જનસભા કરશે. જયારે અમિત શાહ આજે બિહાર અને ઝારખંડમાં ચૂંટણી પ્રચારનો મોરચો સંભાળશે... સૌ પ્રથમ તેઓ બિહારના આરામાં ભાજપના ઉમેદવાર આર.કે.સિંહના સમર્થનમાં જનસભા કરશે. ત્યારબાદ ઝારખંડના જામતાડા અને માધુપુરમાં જનસભા કરશે. 

    સાથે જ જે.પી.નડ્ડા આજે ઉત્તરપ્રદેશમાં ત્રણ જનસભાઓ કરશે. તેઓ કુશીનગર, બલિયા, અને રોબર્ટ્સગંજમાં જનસભાઓ કરશે. તો, યોગી આદિત્યનાથ આજે દેવરિયા, મહારાજગંજ અને ગોરખપુરમાં જનતાને રીજવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply