ભાજપના સ્થાપના દિવસની ઉજવણી, દિગ્ગજ નેતાઓએ પાઠવી શુભકામના
Live TV
-
ભારતીય જનતા પાર્ટી આજે દેશની લોકપ્રિય પાર્ટી બની ગઇ છે. પ્રધાનમંત્રી સહિત દેશભરના બીજેપી આગેવાનો દ્વારા સ્થાપના દિવસની શુભકામના પાઠવવામાં આવી.
ભારતીય જનતા પાર્ટી આજે 45મા સ્થાપના દિવસની ઉજવણી કરી રહી છે..દિલ્હી સ્થિત ભાજપ કાર્યાલય પર ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડાના હસ્તે ભાજપનો ધ્વજ ફરકાવવામાં આવ્યો હતો. આ અવસરે ભાજપના નેતાઓ અને કાર્યકરોએ મીઠાઈની આપ લે કરી એકબીજાને સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી.
પ્રધાનમંત્રીએ પાઠવી શુભકામના
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પણ બીજેપી સ્થાપના દિવસને લઇને સોશિયલ મીડિયા પર શુભકામના પાઠવી હતી. તેમણે એક્સ પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે એ મહાનવિભૂતીઓને નમન કરું છું જેમણે વર્ષોની મહેનત, સંઘર્ષ અને ત્યાગથી પાર્ટીને એક નવી ઊંચાઈ પર પહોંચાડી. આજે પુરા વિશ્વાસ સાથે કહી શકું છું કે, ભારતીય જનતા પાર્ટી દેશની સૌથી લોકપ્રિય પાર્ટી છે, જે રાષ્ટ્ર પ્રથમના મંત્ર સાથે આગળ વધી રહી છે.
અમિતશાહે પાઠવી શુભકામના
આ અવસરે કેન્દ્રીય મંત્રી અમિત શાહે સોશિયલ મીડિયા પર ભાજપના કાર્યકરોને શુભકામના આપી હતી. મહત્વનું છે કે ભાજપ આજે તેનો 45મો સ્થાપના દિવસ ઉજવી રહી છે. પાર્ટીની સ્થાપના 6 ઓગસ્ટ 1980ના રોજ થઈ હતી. જનસંઘમાંથી નીકળેલી ભાજપ આજે વિશ્વની લોકપ્રિય પાર્ટીઓમાંની એક છે.